BODELICHHOTA UDAIPURGUJARATJETPUR PAVIKAVANTNASAVADISANKHEDA

છોટાઉદેપુર જિલ્લાના મોટા ભાગના પિકઅપ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં.

છોટાઉદેપુર તાલુકા માં પિકઅપ સ્ટેન્ડ આશ્રિતો માટે જોખમ બન્યા.???

છોટાઉદેપુર નગરમાં વર્ષો અગાઉ સરકારની વિવિધ યોજનાઓ માંથી જાહેર માર્ગો ઉપર આશ્રય સ્થાન માટે બનાવવામાં આવેલા પિકઅપ સ્ટેન્ડ હાલ જીવનું જોખમ બની ઉભા હોય તેમ જણાઈ રહ્યું છે. તેમ છતાં તંત્ર ને ધ્યાને આવતું નથી. આ જર્જરિત પિકઅપ સ્ટેન્ડ હાલ ભયની ઓથાર હેઠળ રાહદારીઓ અને મુસાફરો આશ્રય લેતાં હોય ત્યારે આ જર્જરીત થયેલા તમામ બસ સ્ટેન્ડ તોડી નવા સ્ટેન્ડ બનાવવામાં આવે એવી સ્થાનિકોમાં અને જાહેર જનતામાં માંગ ઉઠી છે.

થોડાક સમય અગાઉ પણ ગાંઠિયા ગામના બસ સ્ટેન્ડ સાથે એક ટ્રક ની નજીવી ટક્કર થતાંજ સ્ટેન્ડ ના પાયા થી છત સુધી ભુક્કા બોલાઇ ગયા હતા, જોકે સદ નસીબે કોઈ રાહદારી ત્યાં બેસેલ ન હોય મોટી જાનહાનિ ટળી હતી,સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગ્રામ્ય વિસ્તારને જોડતા મુખ્ય માર્ગો ઉપર વર્ષો અગાઉ બસ સ્ટેન્ડ પાસે મુસાફરો અને રાહદારીઓ આશ્રય મેળવી શકે એવી બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ સ્થળને બસ સ્ટેન્ડ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા શુભ આશયથી રોજિંદા અપડાઉન કરતાં મુસાફરો ખાસ ઉપયોગ કરે છે.

સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય માર્ગ ઉપર બનાવવામાં આવેલા બસ સ્ટેશનનો ઉપયોગ શાળામાં રોજીંદુ અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ ઉપરાંત માર્ગ ઉપરથી પસાર થતાં અનેક રાહદારીઓ કરતા હોય છે.

જોવું રહ્યું કે સંલગ્ન જવાબદારો દોડધામ કરી જાગૃત અવસ્થામાં આવશે કે એ પૂર્વે આ જર્જરિત એસટી બસ સ્ટેન્ડ નું નવીનીકરણ કરશે.

ઊભી કરેલી આ વ્યવસ્થા હાલ જાણે જીવતું મોત હોય એવી સ્થિતિ છોટાઉદેપુર તાલુકામાં જોવા મળી રહી છે, છોટાઉદેપુર તાલુકા માં વર્ષો અગાઉ બનાવવામાં આવેલા તમામ બસ સ્ટેન્ડ હાલ જર્જરીત હાલતમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે સાથે જ છત માંથી સળિયા ડોકીયું કરી પોપડા પણ પડી રહ્યા છે.

ચોમાસા દરમિયાન આ તમામ બસ સ્ટેન્ડની છતમાંથી પાણી ટપકી રહ્યું છે સાથે જ અહીંયા બેસવા માટે બનાવવામાં આવેલા ઓટલા પણ તદ્દન જર્જરીત થઈ તૂટી ગયા છે. ત્યારે આ જર્જરીત તમામ બસ સ્ટેશન તોડી નવા બસ સ્ટેશન બનાવવામાં આવે અને બસ સ્ટેશન ખાતે અંદર પ્રવેશ બંધ અને બેસવું નહીં જે અંગેની સુચના નિર્દેશ કરતાં બોર્ડ પણ મૂકવામાં આવે એવી જાહેર જનતાની માંગ ઉઠવા પામી છે.

બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર

 

Back to top button
error: Content is protected !!