DHORAJIGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Dhoraji: પ્લાસ્ટિકનો નિકાલ કરીને ઓસમ ડુંગરને ‘ઓસમ’ બનાવવાનો પ્રયાસ કરતાં પર્વતારોહકો

તા.૨૯/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

‘મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન’ હેઠળ સ્થૂળતા ઘટાડવાની પ્રેરણા પણ આપી

Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ નજીક પ્રખ્યાત ઓસમ ડુંગર આવેલો છે. ઓસમ ડુંગરનો નયનરમ્ય નજારો જાળવી રાખવા રાજકોટ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી અને ધોરાજી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતાની કવાયત હાથ ધરીને ‘પ્લાસ્ટિક ફ્રી કેમ્પેઈન’ સાથે ‘મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન’નો સંદેશ આપવામાં આવ્યો હતો.

ગુજરાતભરમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે પ્લાસ્ટિક એકત્રીકરણ ઝુંબેશ ચાલી રહી છે. જેના ભાગરૂપે ઓસમ ડુંગર ખાતે પર્વતારોહકો દ્વારા ડુંગર ચડવાના રસ્તે, જંગલ, ઝાડીઝાંખરા, ગુફાઓ, મંદિરોમાં સાફસફાઈ કરીને પ્લાસ્ટિક તથા કચરો એકત્ર કરાયો હતો. સૂકાં અને ભીના કચરાનું વર્ગીકરણ કરીને તેના નિકાલની વ્યવસ્થા કરી હતી. તેમજ સાહસિક પ્રવૃતિ દરમિયાન અને રોજીંદા જીવનમાં પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીનો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આમ, પર્વતારોહકોએ પ્લાસ્ટિકનો નિકાલ કરીને ઓસમ ડુંગરને ખરાં અર્થમાં ઓસમ (Awesome) બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઉપરાંત, હાલમાં ગુજરાત સરકાર દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન પણ કાર્યરત છે. જેના ભાગરૂપે, પર્વતારોહકોએ પ્લાસ્ટિક એકત્રીકરણની સાથેસાથે સ્થૂળતા ઘટાડીને તંદુરસ્ત રહેવાની પ્રેરણા પણ સામાન્ય જનતા સુધી પહોંચાડી હતી.

Back to top button
error: Content is protected !!