GUJARATKUTCHMUNDRA

શિક્ષણ માટેનું આંદોલન: ટેટ-ટાટ ઉમેદવારો અને જનતાનો ક્રોધ આસમાને, ભુજ સુધી પદયાત્રા શરૂ!

રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.

 

શિક્ષણ માટેનું આંદોલન: ટેટ-ટાટ ઉમેદવારો અને જનતાનો ક્રોધ આસમાને, ભુજ સુધી પદયાત્રા શરૂ!

 

મુંદરા, તા. 14 : આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો, જાગૃત શિક્ષણ પ્રેમીઓ અને ટેટ-ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોની ધરપકડના વિરોધમાં લોકોનો ક્રોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આ અહિંસક ધરણાં બાદ પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી, જેના પ્રત્યાઘાતમાં લેવાયેલા નિર્ણય મુજબ આજે પ્રાગપર આશાપુરા મંદિરથી ભુજ કલેક્ટર કચેરી સુધીની પદયાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રાનો એક જ ઉદ્દેશ છે: કચ્છને કાયમી અને પર્યાપ્ત સ્થાનિક શિક્ષકો ક્યારે મળશે?

 

પ્રાગપર (મુંદરા)થી ભુજ: શિક્ષણ માટેની પદયાત્રા

 

આજે સવારે મુન્દ્રા તાલુકાના મોખા ટોલ ગેટ ખાતે શાંતિપૂર્ણ ચક્કાજામનો કાર્યક્રમ યોજયા બાદ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પ્રાગપર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આગેવાનો અને ટેટ-ટાટ ઉમેદવારોએ પ્રાગપરના આશાપુરા મંદિરથી ભુજ કલેક્ટર ઓફિસ સુધી પદયાત્રા શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.

પદયાત્રા આજે મોડી રાત્રે કેરા ગામે વિરામ લેશે અને સોમવારે વહેલી સવારે કેરાથી ભુજ માટે નીકળશે. કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને કચ્છના બાળકોના શિક્ષણના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માંગણી કરવામાં આવશે.

સંતોષકારક જવાબ ન મળે તો આંદોલન વધુ ઉગ્ર બનશે

આ પદયાત્રાનો મુખ્ય હેતુ એ છે કે કચ્છના બાળકોને સમયસર અને પૂરતા શિક્ષકો મળે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આંદોલન હવે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. જો કલેક્ટર કચેરી તરફથી સંતોષકારક જવાબ નહીં મળે, તો આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં વધુ મોટા આંદોલનોની જાહેરાત કરવામાં આવશે.

આ આંદોલન માટે ટ્રસ્ટ તરફથી જનતાને અપીલ કરવામાં આવી છે કે, આ આપણા બાળકોના ભવિષ્યનો સવાલ છે. આપણાં બાળકો માટે આજે નહીં જાગીએ, તો ક્યારે જાગીશું? આથી, આવતીકાલે મોટી સંખ્યામાં લોકો પદયાત્રામાં જોડાઈને આ અહિંસક લડતને મજબૂત બનાવે. આ અપીલ સાથે, ટ્રસ્ટ દ્વારા આગામી 17 મી સપ્ટેમ્બરે દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાનું જાણવા મળી રહ્યું છે. આટલી મોટી પદયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા પોલીસ રક્ષણ જેવી વ્યવસ્થા કરવાની જરૂર છે એવું લોક મૂખે ચર્ચાઈ રહ્યું છે.

 

પદયાત્રા માટે સંપર્ક:

અનિરુદ્ધસિંહ જાડેજા: 90540 91000

ભગીરથસિંહ જાડેજા: 99047 47471

 

નિવેદક:

ગજેન્દ્રસિંહ ભીમાજી જાડેજા

પ્રમુખ, આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ

પ્રમુખ, કચ્છ રાજપૂત ક્ષત્રિય યુવા સભા

 

 

(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)

Back to top button
error: Content is protected !!