
મોવી-દેડીયાપાડા રોડ મોટા વાહનો, માટે બંધ કરીને વૈકલ્પિક રૂટ નક્કી કરાયો
તાહિર મેમન- ડેડીયાપાડા- 01/11/2025 – મોવી-દેડીયાપાડા રોડ (એસ.એચ.-૧૬૦) ભાર વાહક મોટા વાહનો, ઔદ્યોગિક કક્ષાના હેવી લોડેડ વીહીકલ્સ (ટેમ્પો, બસ, ટ્રક, મલ્ટી એકસેલ લોડેડ વીહીકલ્સ તથા હેવી કમર્શિયલ વીહીકલ્સ વિગેરે) માટે તા.૦૧/૧૧/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૬ સુધી બંધ કરીને વૈકલ્પિક રૂટ નક્કી કરાયો છે.
ટ્રાફિક ડાયવર્ઝનની વિગત દેડીયાપાડાથી રાજપીપળા તરફ જતાં ભાર વાહક મોટા વાહનો, ઔદ્યોગિક કક્ષાના હેવી લોડેડ વીહીકલ્સ (ટેમ્પો, બસ, ટ્રક, મલ્ટી એકસેલ લોડેડ વીહીકલ્સ તથા હેવી કમર્શિયલ વીહીકલ્સ વિગેરે) દેડીયાપાડા-નિવાલ્દા-નિંગટ-નવાગામ-ખેડીપાડા-કેવડી-ફૂલવાડી-નેત્રંગ-મોવી થઈ રાજપીપળા તરફ જઈ શકશે.
રાજપીપળાથી દેડીયાપાડા તરફ જતાં ભાર વાહક મોટા વાહનો, ઔદ્યોગિક કક્ષાના હેવી લોડેડ વીહીકલ્સ (ટેમ્પો, બસ, ટ્રક, મલ્ટી એકસેલ લોડેડ વીહીકલ્સ તથા હેવી કમર્શિયલ વીહીકલ્સ વિગેરે) મોવી-નેત્રંગ-ફૂલવાડી-કેવડી-ખેડીપાડા-નવાગામ-નિંગટ-નિવાલ્દા થઈ દેડીયાપાડા તરફ જઈ શકશે.
રસ્તો હેવી લોડેડ વીહીકલ્સ માટે બંધ હોવા અંગે નિયમાનુસાર જરૂરી બોર્ડ/બેરીકેટ્સ લગાડવાની તથા તેને આનુષંગિક તમામ કામગીરી કાર્યપાલક ઈજનેર, રાજપીપળા (મા.મ.) વિભાગ, રાજપીપળાએ કરવાની રહેશે. આ જાહેરનામાની અમલવારી તા.૦૧/૧૧/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૬ સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.




