GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
સાંસદ રાજપાલસિંહ જાદવ એ જીલ્લા ભાજપ મંડળ અને જીલ્લા મોરચાના નવનિયુક્ત પદાધિકારીઓને સન્માનિત કર્યા

તારીખ ૩૧/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કરોલી ખાતે સાંસદ રાજપાલસિંહ જાદવના નિવાસસ્થાને પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠન તથા જિલ્લા મોરચાના નવનિયુક્ત પદાધિકારીઓને ફુલહાર કરી ગુલદસ્તો સાથે સન્માનિત કરી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી જેમાં સાંસદ રાજપાલસિંહ જાદવએ નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા અને પાર્ટીના વિકાસમાં તેમના યોગદાનની અપેક્ષા વ્યક્ત કરી હતી જ્યાં નવનિયુક્ત પદાધિકારીઓમાં નરેન્દ્રસિંહ ગોહિલ, ડો.પરાગભાઇ પંડ્યા, હર્ષભાઇ વ્યાસ, કિરણસિંહ સોલંકી, જયપાલસિંહ રાઠોડ, સંજયભાઇ રાઠોડ અને શૈફાલીબેન ઉપાધ્યાય સહિત નવનિયુક્ત જીલ્લા ભાજપ મંડળના અને જીલ્લા ભાજપ મોરચાના પદાધિકારીઓને ઉપસ્થિત રહ્યા હતા.







