મુફતી એ ગુજરાત સૂફી સંત સૈયદ અમિરુદ્દીન જીલાનીના વાર્ષિક ઉર્ષના જૂલુસ માં કાલોલના મોટીસંખ્યામાં અનુયાયીઓ જોડાયા.

તારીખ ૨૦/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
નવસારી ખાતે આવેલ ખાટકીવાડ મસ્જિદમાં આરામ ફરમાવતા મુક્તિએ ગુજરાત સૈયદ અમીરે મિલ્લતના ઉર્સની ઉજવણી બે દિવસિય કરવામાં આવી રહી છે.જેમાં ઉર્સનાં પ્રથમ દિવસે ડબગરવાડ બજમે અમીરે મિલ્લત ખાતેથી નગરના મુખ્ય માર્ગો પર સંદલ શરીફનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું જેમાં કાલોલ શહેર સહિત તાલુકાના એરાલ ગામના મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહી જૂલુસ માં જોડાયા હતા મુફતી હઝરત સૈયદ અમીરુદ્દીન જીલાની રદી અલ્લાહુ અન્હૂ મહાન સુફી સંત ઇસ્લામના વિજ્ઞાન અને લોકસેવા તેમજ ભાઈચારા માટે જાણીતા સુફી સંત છે.આ ઉર્સ પ્રસંગે કાલોલ ની અઝીમી જીક્ર શરીફ કમેટી અને એરાલ મીલાદ કમિટીની ઉપસ્થિત વચ્ચે જુલુસમાં વિવિધ દરગાહના રોજાઓની ઝાંખીઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.જ્યારે રાજમાર્ગો પરથી પસાર થતાં નવસારીના ગોલવાડ સ્થિત સમસ્ત રાણા સમાજે તેમજ સ્થાનિક મુસ્લિમ બિરાદારો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.જ્યારે જુલુસ નગરમાં ફરી પરત દરગાહ ખાતે પહોંચ્યું હતું.જેમાં મુફતી સૈયદ અમીરુદ્દીન જિલાની (ર.અ) ના પપોત્ર અને વડોદરાના ખાનકાહે એહલે સુન્નતનાં ગાદીપતિ સૈયદ અમિરુંદુન બાબા કાદરી તેમજ સૈયદ કબિરુદુન બાબા કાદરી સાહેબના હાથોથી દરગાહ ખાતે સંદલ શરીફ તેમજ ચાદર અને ગુલપોશીની રસમ અદા કરવામાં આવી હતી જ્યાં સાંજે દબગરવાડ માં રાતિબે રીફાઈ નો ભવ્ય જલસો યોજાયો હતો.ત્યારબાદ સલાતો સલામ અને દુવા અને લંગરની વહેંચણી કરવામાં આવી હતી.જેમાં ગાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી,સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી, સૈયદ તાજુદ્દિન બાબા કાદરી, સૈયદ જિયાઉદ્દિન બાબા કાદરીની ઉપસ્થિતિમાં ધાર્મિક પરંપરા ગત ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટયા હતાં.







