Jasdan: સ્વચ્છ ભારત મિશન – જસદણમાં ચાલી રહેલી સઘન સફાઈ ઝુંબેશની કામગીરી

તા.૨૦/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: પ્રધાનમંત્રી શ્રી નરેદ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનને જનજન સુધી પહોંચાડી પૂ. ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે સાચી શ્રદ્ધાંજલિ પાઠવવા અનુરોધ કર્યો છે, ત્યારે રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ અભિયાન મિશન મોડ પર ચાલી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં કલેક્ટર ડો. ઓમપ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શનમાં જિલ્લા અને તાલુકાઓમાં સ્વચ્છતા જાગૃતિ અને સાફ સફાઈ ઝુંબેશ સ્વરૂપે ચાલી રહી છે.
જસદણ નગરપાલિકા દ્વારા શહેરમાં ઠેર ઠેર સાફસફાઈ કામગીરી કરાઇ રહી છે. જસદણ માર્કેટ યાર્ડ, શહેરના બાગ-બગીચા, શાળાઓ આસપાસ સઘન સફાઇ કરવામાં આવી રહી છે. નગરપાલિકા અને ગ્રામજનોના સહયોગથી આ કામગીરીને વેગ મળી રહ્યો છે. તેમજ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.





