શહેરા તાલુકાના નાડા ગામેથી માદક પદાર્થ ગાંજો જેનુ વજન ૨.૯૮૦ કીલોગ્રામ કિ.રૂ।.૨૯,૮૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી પંચમહાલ ગોધરાએસ.ઓ.જી. પોલીસ
શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના ગોધરા ના આર.વી. અસારી પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા હિમાંશુ સોલંકી સાહેબ પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા નાઓએ નાર્કોટીક્સ ડ્રગ્સને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પંચમહાલ જીલ્લામા થતી અટકાવવા તેમજ નાર્કોટીક્સ ડ્રગ્સના દુષણને નેસ્તનાબુદ કરવા સારૂ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને શ્રી આર.એ. પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.શાખા પંચમહાલ-ગોધરા નાઓને બાતમી હકીકત મળેલ.જે મળેલ બાતમી હકિકત આધારે આર.એ. પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. ગોધરા તથા બી.કે. ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેકટર તથા એસ.ઓ.જી.સ્ટાફ બે સરકારી પંચોને સાથે રાખી શહેરા તાલુકાના નાડા ગામે તળાવ ફળીયામા રહેતા ગણપતભાઇ મોહનભાઇ ખાંટના કબજા ભોગવટાના મકાનમાં તેને સાથે રાખી ઝડતી તપાસ કરતા તેના મકાનમાંથી ૨.૯૮૦ કીલોગ્રામ માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવેલ જેની કિ.રૂા.૨૯,૮૦૦/- ની ગણી સદર મુદ્દામાલ તપાસ અર્થે કબજે લઇ સદરી આરોપી વિરૂદ્ધ શહેરા પોલીસ સ્ટેશન ખાતે NDPS એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:-
ગણપતભાઇ મોહનભાઇ ખાંટ રહે.ગામ:નાડા,તળાવ ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ
પકડાયેલ મુદ્દામાલઃ-
માદક પદાર્થ ગાંજો વજન ૨.૯૮૦ કીલોગ્રામ કિ.રૂ.૨૯,૮૦૦/-