Rajkot: રાજકોટ જિલ્લામાં ૮મી ઓગસ્ટ સુધી ‘નારી વંદન’ સપ્તાહની ઉજવણી કરાશે

તા.૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
૨ ઓગસ્ટે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Rajkot: ગુજરાતમાં મહિલાઓ સુરક્ષા, સ્વાવલંબન, સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં સક્ષમ થાય તે હેતુથી મહિલા અને બાળવિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યભરમાં ૧થી ૮ ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જે મુજબ, ૧ ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી. ૨ ઓગસ્ટે બેટી બચાવો, બેટી પઢાઓ દિવસની થીમ સાથે કાર્યક્રમ યોજાશે.
૪ ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ જ્યારે ૫ ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવશે. ૬ ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, ૭ ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ તથા ૮ ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે, તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલની યાદીમાં જણાવાયું છે.



