કાંકરેજ ધારાસભ્ય દ્વારા બનાસકાંઠા ની નર્મદા બ્રાન્ચ અને માઈનોર કેનાલ તેમજ સુજલામ સુફલામ્ કેનાલ મા પાણી છોડવા રજુઆત
- નારણ ગોહિલ લાખણી
*બનાસકાંઠા ના કાંકરેજ તાલુકાના યુવા અને એક જાગૃત ધારાસભ્ય હરહંમેશ ખેડુતો અને આમ નાગરિક ની પડખે ઉભા રહે ત્યારે બનાસકાંઠા જીલ્લા મા આવેલ મુખ્ય બન્ને કેનાલો મા ભર ઉનાળે પાણી બંદ કરી દેવા મા આવ્યું છે ત્યારે કાંકરેજ ના ધારાસભ્ય અમરતજી ઠાકોર દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખી ને જાણ કરી છે કે નર્મદા બ્રાન્ચ અને માઈનોર કેનાલ તેમજ સુજલામ સુફલામ્ કેનાલ મા તાત્કાલિક ધોરણે પાણી છોડવા પત્ર લખ્યો છે સાથે એમણે જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લામાં લોકો મોટે ભાગે ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે જેથી સિંચાઇ માટે પાણી ની અછતને કારણે પશુપાલન અને ખેડુતો ઉપર માઠી અસર થઇ રહી છે તેમજ ઉનાળુ સિઝન મા બાજરી જુવાર મગફળી અને ગવાર જેવા અન્ય પાકો તેમજ લીલા ઘાસચારા માટે પાણી ની અત્યંત જરૂરીયાત હોવા થી બનાસકાંઠા જિલ્લાની નર્મદા બ્રાન્ચ અને માઈનોર કેનાલ તેમજ સુજલામ સુફલામ્ કેનાલ સત્વરે પાણી છોડવા મા આવે તો ખેડૂતો અને પશુપાલકો ને મોટી રાહત થઈ શકે તેમ છે જેથી બન્ને કેનાલો મા નિયમિત અને પુરતા પ્રમાણમાં સિંચાઇ માટે પાણી નો પુરવઠો પુરો પાડવા મા આવે તેવી માંગ કરી છે જો પાણી નહી છોડાય તો ખેડૂતો ને પણ મોટી મુશ્કેલી નો સામનો આવનારા સમય મા કરવો પડી શકે છે*