નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે યુવા નેતા નીલ રાવની વરણી થતા કાર્યકરોમાં ઉત્સાહ
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં ભાજપ પ્રમુખ પદ માટે ૨૪ ઉમેદવારોની હરીફાઈ વચ્ચે આજે યુવા નેતા એવા નીલ રાવની નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જાહેરાત થતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો
રાજપીપળા ભાજપ કાર્યાલય કમલમ ખાતે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે સંકલન બેઠક મળી હતી પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ માં બેઠક થઈ અને ભાજપ ના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં નીલ રાવની નવા પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી હતી
નર્મદા ભાજપને યુવા પ્રમુખ મળ્યા છે ત્યારે તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો નીલ રાવ જિલ્લા મહામંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે તેમજ સંગઠન માં તેમની ખૂબ મજબૂત ભૂમિકા રહેલી છે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પદ સંભાળ્યા બાદ તેઓએ સૌને સાથે રાખી જિલ્લામાં ભાજપ ને વધુ મજબૂત બનાવવા આશાવાદ વ્યક્ત કર્યો હતો અગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ તમામ બેઠકો ઉપર ભાજપ નો ભગવો લહેરાશે તેમ જણાવ્યું હતું