
નર્મદા જિલ્લાના યુવા ભાજપ પ્રમુખ નીલ રાવ દ્વારા 75 હજાર જેટલી નોટબુકનું વિતરણ
યુવા પ્રમુખનો નોટબુક દ્વારા સન્માનનો અભિગમ ગરીબ બાળકોને શિક્ષણ માટે લાભદાયી નીવડશે
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાનાં ભાજપના યુવા પ્રમુખ નિલ રાવે તેમના કાર્યકાળની શરૂઆતથીજ સેવાભાવી અને સિદ્ધાંત આધારીત અભિગમ અપનાવ્યો છે. પ્રમુખ પદ ગ્રહણ કરતી વખતે તેમણે ફૂલોના ગુલદસ્તા કે ભેટના બદલે નોટબુક ભેટ આપવાનો અનુરોધ કર્યો હતો તેમના આ સામાજિક જવાબદારી અભિગમને ખુબ સહારો મળ્યો અને હજુ સુધી વિવિધ વિસ્તારોમાંથી તેમને હજારો નોટબુક ભેટ સ્વરૂપે પ્રાપ્ત થઈ છે
આ તમામ નોટબુક હવે ડેડીયાપાડા વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના બાળકોને વિનામૂલ્યે આપવામાં આવી રહી છે આજે દેડીયાપાડા અને સાગબારાનાની શાળાઓમા શરૂઆત થઈ છે કુલ ૩૨૧ શાળાઓ માં ભણતા ૧૯૩૧૯ વિદ્યાર્થીઓને ૭૫૬૦૪ નોટબુકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં તમામ કાર્યકર્તાઓ શાળાઓમાં પહોચી નોટ બુકનું વિતરણ કરી રહ્યા છે જે આગામી ૧ તારીખ સુધી માં પૂર્ણ થશે આ ક્ષેત્રમાં આવેલી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓનું આર્થિક સ્તર નબળું હોવાના કારણે આવા સહયોગનો સીધો લાભ તેમને મળી રહ્યો છે.
ભાજપના યુવા પ્રમુખ નિલ રાવે જણાવ્યું હતું કે: “શિક્ષણ એ જ સાચો વિકાસ છે” જો આપણે બાળકોને જરૂરિયાતની શૈક્ષણિક સામગ્રી પૂરી પાડી શકીએ, તો તેઓના સપનાને પાંખ મળી શકે છે.”




