GUJARATJUNAGADH

શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્રારા ટેલિસ્કોપ થી ચંદ્રગ્રહણ નિહાળવામાં આવ્યું

શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્રારા ટેલિસ્કોપ થી ચંદ્રગ્રહણ નિહાળવામાં આવ્યું

ગુજકોસ્ટ ગુજરાત સરકાર શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ ઉપક્રમે આ વર્ષ પ્રથમ અને છેલ્લું ચંદ્રગ્રહણ કાર્યક્રમ જોવા માટે લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ માં વ્યવસ્થા કરવા આવી હતી જેમાં 3 ટેલિસ્કોપ, દૂરબીન વગેરે જેવા સાધનો દ્વારા લાલ ચંદ્ર દેખાડવામાં આવી હતો પરંતુ વાદળ છાયું વાતાવરણ હોવાથી live streaming થી આ ગ્રહણ જોવા મળ્યું હતું આ સાથે પ્રશ્નોતરી, લેક્ચર આ ગ્રહણ કઈ રીતે થાય અને રેડમૂન કેમ કહેવા માં આવે છે ઈસરો માંથી સાયન્ટીટ પ્રો.નારલીકર તથા પ્રો.વિશાલ જોશી ગુજકોસ્ટ માંથી ડૉ.નરોત્તમ શાહુ જોડાયા હતા બધી વ્યવસ્થા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાખેલ હતી ,જૂનાગઢમાં ખગોળીય ઘટના અને ખગોળ રસિકો સારા પ્રમાણમાં જોવા મળ્યા હતા જૂનાગઢ ની આશરે 150 કરતા વધારે વિદ્યાર્થીઓ એ નિહાળ્યું હતું ઘણી ખગોળીય ઘટના ઓ વિશે નું મહત્વ,કઈ રીતે થાઈ તેનું વૈજ્ઞાનિક કારણ વગેરે સમજાવવા તુષારભાઈ પંડ્યા દ્વારા આવ્યું હતું કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદી માં જણાવેલ છે .

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!