DHRANGADHRASURENDRANAGAR

ધાંગધ્રા તાલુકામાં પાણીનાં ટાંકા અને સંપમાં કલોરિનેશનની કામગીરી શરૂ

તા.29/08/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી પાણીના કારણે રોગચાળો ફેલાતો અટકે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના દિશાનિર્દેશ મુજબ આરોગ્ય વિભાગ દ્વારા પાણીનાં ટાંકા અને સંપમાં કલોરિનેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ધાંગધ્રા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અંતર્ગત આવતા મેથાણ સહીતના ગામોમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સ્ટાફ દ્વારા પાણીજન્ય રોગો જેવાં કે મેલેરિયા, ટાઇફોઇડ, હિપેટાઇટીસ, કોલેરા જેવા રોગોની સામે નાગરિકોને રક્ષણ મળી રહે તેમજ તેઓની તંદુરસ્તી જળવાઈ રહે અને વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે હેતુસર પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય તેવા ગામના ટાંકા અને સંપમાં કલોરીનેશન કરવાની કામગીરી મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝરના સુપરવિઝન હેઠળ કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!