વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુજ, તા-09 એપ્રિલ : ભુજ શહેરના એરપોર્ટ રીંગ રોડ પર આવેલા ટોયોટા શોરૂમ સામે છેલ્લા બે દિવસથી નર્મદાની મુખ્ય પાણી વાલ્વ લાઇનમાંથી હજારો લિટર પાણી બેફામ રીતે વેડફાઈ રહ્યું છે. જોકે હજુ સુધી કોઈ જવાબદાર વિભાગ દ્વારા તાકીદે કામગીરી કરવામાં આવી નથી, જેને લઈને સ્થાનિક નાગરિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
જગ્યા પર થયેલા નિરીક્ષણ અનુસાર, પાણીની લાઇનમાં કોઇ મોટું લીકેજ હોવાનું જોવા મળેલ છે. સતત વહેતા પાણીના કારણે મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતની પણ ભીતિ સેવાઇ રહી છે.આજના સમયમાં જ્યારે અનેક વિસ્તારોમાં પીવાના પાણીની અછત છે, ત્યારે નર્મદાના નિરનો બેફામ વેડફાટ કેટલા અંશે યોગ્ય? સંબંધિત વિભાગોને આ બાબતે તત્કાલ જાણ થાય અને તાકીદે લીકેજ ઠીક થાય એ જ સમયની માંગ કરી છે.