GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કુમાર શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી ને લઈ સર્વે બાળકોએ હર્ષભેર સમગ્ર દિવસને યાદગાર બનાવ્યો.

 

તારીખ ૦૪/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

શિક્ષક દિન ઉજવણી સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે શિક્ષકોને આદર અને સન્માન આપવા માટે સમર્પિત છે. ગુજરાતની વિવિધ શાળાઓ અને કોલેજોમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોને સન્માનિત કરવા એક દિવસ માટે શિક્ષક બની અને તેમની લાગણીઓ વ્યક્ત કરે છે. જ્યાં દર વર્ષે ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ તારીખ ચોથી સપ્ટેમ્બર કાલોલ કુમાર શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિક્ષક દિનમાં આચાર્ય તરીકે ધોરણ આઠના વણઝારા કમલેશ અને ઉપાચાર્યમાં હાર્દિક રાકેશભાઈ ફરજ બજાવી સાથે અલગ અલગ ધોરણના અન્ય બાળકો એ પણ અલગ અલગ વિષયના શિક્ષક બનવાનો અનુભવ મેળવ્યો તેમણે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ કરાવી સાથે બાળકોને વાંચન લેખન ગણન અને અન્ય પ્રવૃત્તિમાં શિક્ષણ દ્વારા અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં ઉત્સાહથી ભાગ લીધો હતો અંતે કાલોલ કુમાર શાળા ના આચાર્ય રાકેશકુમાર ઠાકર અને જયદીપભાઈ દ્વારા ભાગ લીધેલ તમામ બાળકોને સમોસા અને પફની જ્યાફત કરાવી હતી.સર્વે બાળકોએ હર્ષભેર સમગ્ર દિવસને યાદગાર બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!