ANANDANAND CITY / TALUKOGUJARATUMRETH

છેલ્લા અઠવાડિયા દરમિયાન આણંદ શહેરી વિસ્તારમાંથી ૮૦ જેટલા રખડતા ઢોર પકડીને પાંજરાપોળ મોકલાયા

છેલ્લા અઠવાડિયા દરમિયાન આણંદ શહેરી વિસ્તારમાંથી ૮૦ જેટલા રખડતા ઢોર પકડીને પાંજરાપોળ મોકલાયા

તાહિર મેમણ – આણંદ – 09/09/2024- જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ આણંદ શહેરી વિસ્તારના રસ્તાઓ ઉપર રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવા જણાવ્યું છે.

આણંદ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોના ત્રાસમાંથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે આણંદ નગરપાલિકા એક્શનમાં આવી છે, અને છેલ્લા અઠવાડિયા થી ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી એસ. કે. ગરવાલ અને તેમની ટીમ દ્વારા આણંદ શહેરી વિસ્તારના રસ્તાઓ ઉપર રખડતા ઢોરોને છેલ્લા અઠવાડિયાથી પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ રહ્યા છે. આજે આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા વધુ ૧૫ જેટલી ગાયો પકડીને પેટલાદ ખાતેના પાંજરાપોળમાં મોકલી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા આણંદ નગરપાલિકા વિસ્તારમાંથી ૬૫ જેટલા રખડતા ઢોર, ગાયો પકડવામાં આવી હતી, જે ગૌશાળા ખાતે મોકલવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!