MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર દ્વારા જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરી

 

MORBI:મોરબી જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખના Hemophilia Society Morbi જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરી

 

 

ધારાસભ્ય અમૃતિયાએ ઘડિયાળ અને ભાગવત ગીતાની ભેટ આપી

મોરબી જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ તેમજ હિમોફિલીયા સોસાયટી મોરબી પરિવારના બાબુભાઈ પરમારના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગઇકાલે તારીખ 26 જૂનના રોજ બાબુભાઈ પરમારના જન્મદિવસ નિમિતે મોરબીની જવાહર સોસાયટી, રચના વિદ્યાલય, ભીમરાવનગર, રોહિદાસપરા ડો.બાબા સાહેબ આંબેડકર સ્કૂલના વિદ્યાર્થીઓને તેમજ મોરબીના મયુર પુલ નીચે સ્લમ વિસ્તારના બાળકોને બટુક ભોજનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

આ સેવાકાર્યમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્વિમ ક્ષેત્રના સંઘચાલક ડો.જયંતિભાઈ ભાડેસિઆ, મોરબી જિલ્લા અનુ.જાતિ મોરચાના મહામંત્રી બળવંતભાઈ સનારિયા, નગરપાલિકા પુર્વ કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકી, મહેશભાઈ પરમાર, કેશુભાઈ ચાવડા, વસંતભાઈ ટુંડીયા, લીલાબેન બોખાણી, દેવિકાબેન ભંખોડીયા, પ્રભાબેન મકવાણા, જીતેન્દ્રભાઈ ચૌહાણ, કાનજીભાઈ ઠોરીયા, પરેશભાઈ પારિયા મોરબી તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજેશ પરમાર, મોરબી શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા બાબુભાઈ પરમારને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી મોં મીઠું કરાવી ઘડિયાળ તથા ભાગવત ગીતા ભેટમાં આપી હતી.

Back to top button
error: Content is protected !!