MORBI:મોરબીના વજેપર વિસ્તારમાં અગાઉ કરેલ કેશ પાછો ખેંચી લેવા યુવાનને જાનથી મારી નાખવાની ઘમકી:સામસામે ફરિયાદ નોંધાઈ

MORBI:મોરબીના વજેપર વિસ્તારમાં અગાઉ કરેલ કેશ પાછો ખેંચી લેવા યુવાનને જાનથી મારી નાખવાની ઘમકી સામસામે ફરિયાદ નોંધાઈ
મોરબીના વજેપર શેરી નં.૧૯ માં અગાઉ ફરિયાદ કરેલી તે ફરિયાદ પાછી લઈ લેવાનું કહી તલવાર પછાડી અપશબ્દો બોલી ધમકી આપ્યા અંગે જ્યારે સામાપક્ષે કોઈ કામસર ઉપરોક્ત શેરીમાં બાઇક લઈને ગયા હોય ત્યારે અગાઉ કરેલ ફરિયાદના ફરિયાદી જોઈ જતા ધોકા પાઇપ સાથે આવેલ પાંચ શખ્સોએ જેમફાવે તેમ ગાળો આપી બાઇકમાં નુકસાની કરી હોવાની સામસામી ફરિયાદ કરી હતી. હાલ પોલીસે બંને પક્ષના કુલ સાત સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વજેપર શેરી નં.૧૯માં રહેતા અરવિંદભાઈ ડાહ્યાભાઈ પરમારે આરોપી ગીરીશ નારણભાઇ રહે.વજેપર શેરી નં.૧૫ તથા એક અજાણ્યા આરોપી એમ કુલ બે આરોપી સામે ફરિયાદ નોંધાવી કે અગાઉ આરોપી ગીરીશ તથા અન્ય ચાર વિરુદ્ધ અરવિંદભાઇના ભાઈ મહેશભાઈએ વર્ષ ૨૦૧૭માં કેસ કરેલ હોય ત્યારે ગત તા.૦૯/૦૯ના રોજ ઉપરોક્ત કેસ પાછો ખેચી લેવા માટે આ આરોપી ગીરીશ તથા તેની સાથેનો અજાણ્યો ઈસમ અરવિંદભાઇ રહેણાંકવાળી શેરીમાં આવી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલ તલવાર જમીન પર પછાડી અરવિંદભાઈની જેમફાવે તેમ ભૂંડી ગાળો આપી હતી.
સામાપક્ષે ગીરીશભાઈ નારણભાઇ કણજારીયાએ આરોપીઓ પ્રભુભાઈ પરમાર, પાંચાભાઈ પરમાર, જગાભાઈ પરમાર, મુન્નાભાઈ પરમાર તથા પ્રકાશભાઈ પરમાર રહે. બધા વજેપર શેરી નં.૧૯ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગીરીશભાઈ તથા તેનો મિત્ર પ્રદિપ તેમજ તેના કાકાનો દિકરો સુમિત હોન્ડા સાઈન મોટર સાઈકલ રજી.નં. જીજે-૩૬-એબી-૨૯૭૭ વાળુ લઈને વજેપર શેરી નં.૧૯માં ઢોકળાનું મશીન લેવા માટે ગયેલ હોય ત્યારે આ કામના ગીરીશભાઈ વિરૂધ્ધ અગાઉ ફરિયાદ કરેલ હોય જેનો ખાર રાખી ઉપરોક્ત ત્રણેય બાઇક સવારને જોઈ જતા આરોપી પ્રભુભાઈ, પાંચાભાઈ તથા મુન્નાભાઈ અને જગાભાઈ હાથમાં લાકડાનો ધોકો લઈને આવેલ અને ગીરીશભાઈને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગીરીશભાઈ ત્યાંથી જતા રહેલ બાદમાં ગીરીશભાઈના મોટર સાઈકલમાં નુકશાની કરી હતી જે મુજબની ફરિયાદ નોંધાવી હતી.હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તમામ આરોપીઓની અટકાયત કરવા તથા આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.











