
નર્મદા : હરિયાણા વિધાનસભા પિટિશન કમિટિનું પ્રતિનિધિમંડળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે
હરિયાણાના ધારાસભ્ય ઘનશ્યામ દાસની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલિ આપી
સરદાર સરોવર નર્મદા બંધ અને આરોગ્ય વનની મુલાકાત કરી સમગ્ર એકતાનગરના વિકાસને નજરે નિહાળ્યું
રાજપીપળા : જુનેદ ખત્રી
હરિયાણા વિધાનસભાની પિટિશન કમિટિના ૧૨ સભ્યોનું પ્રતિનિધિમંડળ અભ્યાસ પ્રવાસે ગુજરાતની મુલાકાતના ભાગરૂપે ગુરૂવારે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવી પહોંચ્યું હતું. યમુનાનગરના ધારાસભ્ય ઘનશ્યામ દાસની આગેવાનીમાં આ પ્રતિનિધિમંડળે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી. સરદાર વલ્લભભાઇ પટેલને ભાવાંજલી અર્પી વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા, અને સરદાર સાહેબના એક ભારત બનાવવાના કાર્યોની સરાહના કરી હતી.
હરિયાણા રાજયનું પ્રતિનિધિમંડળ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નથી નિર્માણ પામેલી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાથી સાકાર થયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પર્યટન પ્રકલ્પોના વ્યવસ્થાપન, પ્રવાસીઓ અને સ્થાનિકો માટેની સુવિધાઓની પણ જાતમાહિતી મેળવી હતી. ગુજરાતની જીવાદોરી એવા સરદાર સરોવર નર્મદા બંધની મુલાકાત કરી હતી. આ દરમિયાન ડેમના નાયબ ઈજનેર પ્રણય કાયસ્થ પાસેથી નર્મદા ડેમ વિષેની વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ આરોગ્ય વનની મુલાકાત કરી વિવિધ ઔષધિય વનસ્પતિ અંગે વિસ્તૃતમાં જાણકારી મેળવી હતી




