DEDIAPADANARMADA

સાગબારા ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાસે.

સાગબારા ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાસે.

 

તાહિર મેમણ : ડેડીયાપાડા 23/01/2024 – :- બ્લડ ડોનેશન કેમ્પ સુરત રક્તદાન કેન્દ્ર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુરતનાં સહયોગ દ્વારા આગામી તા.૨૬/૦૧/૨૦૨૪ નાં પ્રજાસતાક દિવસના આરોગ્ય શાખા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા તા. ૨૫ મી જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર સાગબારા ખાતે મેગા બ્લડ ડોનેશન અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

 

સાગબારા તાલુકાનાં ગામોનાં તમામ લોકો આ કેમ્પનો લાભ લઈને વધારે પ્રમાણમાં બ્લડ ડોનેશન કરે. આ સર્વરોગ નિદાન કેમ્પમાં ફીઝિશિયન,આંખ, કાન અને ગાળા તેમજ ચામડી,નાના બાળકોના અને હાડકા તેમજ સ્ત્રી રોગનાં નિષ્ણાત (ગાઇનેક) સ્પેશાલીસ્ટ ડોકટર દ્વારા નિદાન કરવામાં આવનાર છે.

 

મેગા બ્લડ ડોનેશન -સગર્ભા માતાઓના જીવન રક્ષણ હેતુથી વાપરવામાં આવશે. “રક્તદાન એ મહાદાન” નું ઉત્તમ ઉદાહરણ છે. લોકો વધારે પ્રમાણમાં રક્તદાન કરે તેમ આરોગ્ય શાખા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!