NANDODNARMADA

રાજપીપળા: ૧૪ માં તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને ૧૫ કરોડની યોજનાકીય સહાય એનાયત 

રાજપીપળા: ૧૪ માં તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને ૧૫ કરોડની યોજનાકીય સહાય એનાયત

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લામાં શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય રાજપીપલા ખાતે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ગરીબ કલ્યાણ મેળામાં કુલ ૩૩ લાભાર્થીઓને સ્ટેજ પરથી વ્યક્તિલક્ષી યોજનાઓનો લાભ હાથો હાથ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતાં.

નર્મદા જિલ્લાના જરૂરિયાત મંદ લાભાર્થીઓને સરકારી યોજનાકીય સેવાઓનો લાભ મળી રહે અને તેમના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવે તે માટે કેન્દ્ર-રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર નર્મદાના પ્રયાસો હરહંમેશ પરિણામલક્ષી રહ્યાં છે. જિલ્લાના ૧૧૧૪ લાભાર્થીઓને અંદાજે રૂપિયા ૧૫ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આજે ગરીબ કલ્યાણ મેળા સ્ટેજ કાર્યક્રમમાં રાજપીપલાના લાભાર્થી વિશાલભાઈ વસાવાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રૂ. ૧૦ લાખ સુધીની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી આયુષ્માન કાર્ડનો લાભ મળ્યો છે. તિલકવાડાના કાટકોઈના લાભાર્થી તથા યુગ સખી સંઘ કાટકોઈના પ્રમુખને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે કુલ રૂ. ૯ લાખની સહાય આપવામાં આવી છે. તિલકવાડાના ચુડેશ્વરની સંજરી સખી મંડળના પ્રમુખ શ્રી સાહિરાબીબી રાહૂન રસીદ ગોરીને પણ દીન દયાલ અંત્યોદય યોજના નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન હેઠળ રૂ. ૪ લાખની આર્થિક સહાય મળી હતી તેમજ અન્ય લાભાર્થીઓ ને પણ સહાય આપવામાં આવી હતી

 

Back to top button
error: Content is protected !!