GARUDESHWARNANDODNARMADA

સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના આકર્ષણોમાં શાળા કોલેજનો શૈક્ષણિક પ્રવાસ સહિત દિવ્યાંગોને ૫૦% ની રાહત

સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના આકર્ષણો પર શાળા કોલેજનો શૈક્ષણિક પ્રવાસ સહિત દિવ્યાંગોને ૫૦% ની રાહત

 

 

તમામ જીલ્લા કલેકટર-જીલ્લા વિકાસ અધિકારી,ઉચ્ચ શિક્ષણ કમિશ્નર, કમિશ્નર શાળાઓ, પ્રાથમિક શિક્ષણ નિયામક, સમાજ સુરક્ષા નિયામક અને તમામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને લાભ લેવા પત્ર લખાયા

 

જુનેદ ખત્રી : રાજપીપલા

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગરની આઠમી ગર્વર્નિંગ બોડીની બેઠક ચેરમેન મુકેશ પુરીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થિઓ અને દિવ્યાંગો શાળા અને કોલેજ અને દિવ્યાંગ ઉત્કર્ષ સંસ્થાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં સરકારી અને ખાનગી શાળા- કોલેજનો શૈક્ષણિક પ્રવાસ, દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ ઉત્કર્ષ સંસ્થાના પ્રવાસ, સરકારી અને અર્ધસરકારી તાલીમી સંસ્થાઓના ગૃપ પ્રવાસોને ટિકિટ દરમાં ૫૦% છુટ આપવામાં આવી છે. ગવર્નિંગ બોડીની બેઠકમાં લેવાયેલ નિર્ણયની ત્વરિત અમલવારી કરવામાં આવી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે શાળા, કોલેજ અને દિવ્યાંગ ઉત્કર્ષ સંસ્થાઓ તરફથી અવારનવાર ટિકિટ દરમાં રાહત આપવા સારૂ અનેકવિધ રજૂઆતો મળેલ હતી, તમામ રજૂઆતોને ધ્યાને લઈને અને શાળા, કોલેજના વિદ્યાર્થીઓ અખંડ ભારત ના શિલ્પી સરદાર સાહેબના જીવનને જાણે તેઓએ ભારતને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે કરેલ પ્રયત્નની જાણકારી મેળવે અને સાથે-સાથે અત્યારસુધી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને ચીનની સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધા કરતા વધુ ઉંચી એવી સ્ટેચ્યુ ઓળ યુનિટીના નિર્માણ વિશે જાણકારી મેળવી શકે તે માટે ગર્વર્નિંગ બોડી એ જાહેર હિતમાં નિર્ણય કર્યો હતો. અત્રે આવનાર બાળકો જે ભારતનું આવતીકાલનું ભવિષ્ય છે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થયેલ ઇજનેરી કૌશલ્યની જાણકારી મેળવે અને તે જોઈને જ્ઞાનમાં વધારો થાય તે ઉદ્દેશ્યથી આ રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બન્યુ છે, ભારતભરમાંથી અનેક શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થિઓ અત્રે શૈક્ષણિક પ્રવાસે આવતા હોય છે, સાથે-સાથે દિવ્યાંગજનોના હિતમાં કામ કરતી સ્વૈચ્છીક સંસ્થાઓ તરફથી પણ પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓ અને દિવ્યાંગજનોના હિતમાં કામ કરતી સ્વૈચ્છીક સંસ્થાઓ તરફથી આ પ્રકારના પ્રવાસના આયોજન માટે ટિકિટ દરમાં રાહત આપવા માટે અનેકવિધ રજુઆતો મળેલ હતી. જે અંગે ગર્વર્નિંગ બોડીની બેઠકમાં આવા પ્રકારના શૈક્ષણિક પ્રવાસે આવતા સમુહોને ૫૦% સુધીની રાહત આપવા અભુતપૂર્વ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે.આ સમુહ પ્રવાસમાં તમામ શાળાઓ અને કોલેજો (સરકારી અને ખાનગી બંને) દ્વારા શૈક્ષણિક પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્યો, તમામ દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ કલ્યાણ સાથે સંકળાયેલી સંસ્થાઓનાં પ્રવાસમાં આવતા ગૃપના સભ્ય,તમામ સરકારી અને અર્ધસરકારી તાલીમ સંસ્થાઓ/કેન્દ્રોના શૈક્ષણિક તાલીમ પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્યોને એકતા નગરના આકર્ષણો પર ટિકિટ દરમાં ૫૦% રાહત આપવાનો નિર્ણય શરતોને આધિન કરવામાં આવ્યો છે.જેમાં ઉક્ત મુજબના ગૃપોએ પોતાની શાળા અથવા સ્ટાફ/સંસ્થાના ઓળખ કાર્ડ સાથે રાખવાના રહેશે, તાલીમી સંસ્થાઓ હોય તેવા કિસ્સામાં ફેકલ્ટી મેમ્બર સાથે હોવા જોઈએ. તેઓને પણ રાહત મળશે.

 

આ રાહત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાથે સંકળાયેલ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક,એકતા નર્સરી,મેઝ ગાર્ડન, મિયાવાકી ફોરેસ્ટ, આરોગ્ય વન,કેક્ટ્સ અને બટરફ્લાઈ ગાર્ડન,વિશ્વ વન,યુનિટી ગ્લો ગાર્ડન,ડાયનો ટ્રેઇલ સહિતના પ્રકલ્પો પર રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.આગામી 3-4 દિવસમાં જ તમામ પ્રોજેકટમાં 50% રાહત આપવાની જોગવાઈ પણ કરી દેવાશે.

 

પ્રવાસ માટે લાભ મેળવવા કોનો સંપર્ક કરવો ???

 

સરકારી અને અર્ધ સરકારી શાળા-કોલેજ અને યુનિવર્સિટીઓ તથા સરકારી અને અર્ધ સરકારી તાલીમી સંસ્થાઓ માટે સંપર્ક નંબર- જશપાલસિંહ રાણા- ૯૮૨૫૬૦૩૦૨૮, દિવ્યાંગ કલ્યાણ સાથે સંકળાયેલી સંસ્થાઓ માટે સંપર્ક નંબર- અધિતી પંચોલી – ૯૪૦૯૧૧૫૭૮૭નો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે.

 

 

આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગરના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ એક વાતચિતમાં જણાવ્યુ હતુ કે, શૈક્ષણિક અને દિવ્યાંગ કલ્યાણ સાથે જોડાયેલ સંસ્થાઓની માંગણીઓને ધ્યાને રાખીને SoUADTGA ના ચેરમેન મુકેશ પુરીની સૂચના અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલના માર્ગદર્શનમાં ટિકિટ દરમાં રાહત એક દરખાસ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળની ૮મી ગર્વર્નિંગ બોડીમાં કરવામાં આવી હતી, ગવર્નિંગ બોડીની બેઠકમાં થયેલ વિચારણા બાદ શાળા- કોલેજનો શૈક્ષણિક પ્રવાસ, દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ સંસ્થાના પ્રવાસ, સરકારી તાલીમી સંસ્થાઓના ગૃપ પ્રવાસોને ટિકિટ દરમાં ૫૦% છુટ સુધીની છુટ આપવામાં આવી છે જેનો બહોળૉ લાભ લેવા અમારી નમ્ર અપીલ છે.આ અંગે SoUખાતે 50% રાહત પ્રવાસ ના આયોજનને સફળ બનાવવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પ્રોટોકોલ ઓફિસરને જવાબદારી આપવામાં આવી છે, સંસ્થાઓ તમામ સાથે સંકલન કરીને તેઓના પ્રવાસનું સુચારૂ આયોજન થાય તે માટે SoU સત્તામંડળ દ્વારા ગહન આયોજન કરવામાં આવી રહ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!