વઢવાણના મુળચંદ રોડ પર મોંઘીબેન કન્યા છાત્રાલય સામે મિયાવાકી ફોરેસ્ટ વન નિર્માણની કામગીરી શરૂ કરાઇ
1 લાખ વૃક્ષ અને તે પણ મીયાવાકી પધ્ધતીથી વાવેતર કરવાનું આયોજન

તા.03/12/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
1 લાખ વૃક્ષ અને તે પણ મીયાવાકી પધ્ધતીથી વાવેતર કરવાનું આયોજન, સુરેન્દ્રનગર શહેરની સાથે જિલ્લામાં 1 હેક્ટરે માત્ર 5 વૃક્ષ જ છે જે ખૂબ ચિંતાની બાબત છે ત્યારે શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરાઈ રહ્યું છે પરંતુ મહાનગર પાલિકા દ્વારા મૂળચંદ રોડ ઉપર આવેલા મોઘીબેન ક્ષાત્રાલય પાસેની 42 હેક્ટર જમીન જે ઘણા સમયથી પડી હતી એટલે જગ્યાના ડેવલપિંગ માટે પસંદગી કરી આ જગ્યામાં 1 લાખ વૃક્ષ અને તે પણ મીયાવાકી પધ્ધતીથી વાવેતર કરવાનું આયોજન કરાયું છે સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર વર્તમાન સમયે વૃક્ષોનું વાવેતર કરાયું છે છતા હજુ પણ શહેરમાં પ્રદુષણનું પ્રમાણ વધારે હોવાને કારણે શુધ્ધ હવા મળતી નથી આ માટે મનપાએ મુળચંદ રોડ ઉપર આવેલા મોઘીબેન ક્ષાત્રાલય પાસે 1 લાખ વૃક્ષો અને તે પણ મીયાવાકી જાપાનીજ પધ્ધતિથી વાવેતર કરવાનું આયોજન કરાયું છે હાલના સમયે મનપાની જમીનમાં બાગળ કાઢવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અંદાજે 2 મહિનામાં તમામ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે વૃક્ષોનો ઉછેર થઇ ગયા બાદ અહીંયા ઓક્સિજન પાર્ક પણ બનાવાશે મિયાવાકી પદ્ધતિએ વૃક્ષારોપણ માટે જાપાનીઝ પદ્ધતિ જેના સર્જક એવાં જાપાનના પ્રસિધ્ધ વનસ્પતી શાસ્ત્રી અકિરા મિયાવાકીએ 100 વર્ષે બનતું જંગલને 10 વર્ષમાં તૈયાર કર્યું હતું આ પદ્ધતિમાં સર્વપ્રથમ જમીનને ચકાસી તેમાં માટીના કણ નાના હોય તો તે સખત બની ગયેલી હોય છે જેમાં પાણી ઉતરી શકતું નથી તે માટે જમીનમાં થોડોક જૈવિક કચરો, થોડુક પાણી તથા શોષક સામગ્રી ઉમેરાય છે જેથી માટી પાણીને પકડી રાખે અને ભેજ જળવાઈ રહે ત્યારબાદ સ્થાનિક વૃક્ષોની જાણકારી મેળવી તેમને તેમની ઉંચાઈ અનુસાર 4 સ્તરમાં વહેંચવામાં આવે છે પક્ષીવિદ્ પર્યાવરણ પ્રેમી દેવવ્રતસિંહ મોરીએ જણાવ્યું કે જિલ્લામાં લીંબડો, પોપળો, વડ, કણઝી સહિતના વૃક્ષોનું વધુ વાવેતર થાય છે અને આ વૃક્ષોને આપણી જમીન અનુકુળ છે લીંબડો દિવસમાં 180 લીટર જેટલો ઓક્સિજન, પીપળો 200થી વધુ લીટર જ્યારે આંબા 140થી 150 લીટર ઓક્સિજન આપે છે એક વૃક્ષને પરીપકવ થતા 3 વર્ષથી 5 વર્ષ સુધીનો સમય લાગે છે.



