રાજપીપલા હરસિદ્ધી માતા મંદિરે યોજાતા મેળાના આયોજન સંદર્ભે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
તા.૨૨મીથી યોજાનારા મેળાનું આયોજન સુચારુ રીતે થાય, દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે જોવા સંબંધિત વિભાગોને તાકીદ કરતા પ્રાંત અધિકાર
રાજપીપલા : જુનેદ ખત્રી
હિન્દુ દેવસ્થાન સિમતિ દ્વારા સંચાલિત માઁ હરિસિદ્ધિ મંદિર-રાજપીપલા ખાતે પ્રતિવર્ષ નવરાત્રીના પર્વમાં મંદિર પરિસરની આસપાસ ભાતીગળ મેળો યોજાય છે. તેવીજ રીતે આ વર્ષે પણ આગામી તારીખ ૨૨મી સપ્ટેમ્બરથી ૦૧ ઓક્ટોબર દરમિયાન મેળો યોજાનાર છે. જેમાં સ્ટોલની ફાળવણી સહિત વ્યવસ્થાની અન્ય મહત્વની બાબતો સંદર્ભે મદદનીશ કલેક્ટર અને નાંદોદના પ્રાંત અધિકારી સુશ્રી પરશનજીક કૌરની અધ્યક્ષતામાં આજે પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
શ્રી હરસિદ્ધી માતાના મંદિરે પ્રતિ વર્ષ નવરાત્રીના સમય દરમિયાન અન્ય રાજ્યો અને સમગ્ર ગુજરાતમાંથી તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અને મેળામાં મ્હાલવા માટે આવતા હોય છે. ત્યારે મેળાનું આયોજન સુચારુ રીતે થાય, દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન થાય અને યોગ્ય હરાજી થકી પ્લોટની ફાળવણી થાય તે જોવા પ્રાંત અધિકારીએ ઉપસ્થિત સંબંધિત વિભાગોને જરૂરી સૂચનો કર્યા હતા. સાથે મેળામાં મ્હાલવા આવતા લોકોને પાર્કિંગ, આરોગ્ય, ફાયર વિભાગ, પોલીસ સુરક્ષા સાથે મેળામાં યોગ્ય સ્વચ્છતા જળવાઈ રહે તેમજ વાહન વ્યવહાર માટે ટ્રાફિક રૂટની યોગ્ય સુવિધા થાય, મેળામાં આવતા લોકોને ધ્યાનમાં રાખીને પુરતા પ્રમાણમાં ટોઈલેટ બ્લોકની વ્યવસ્થા થાય તે જોવા પણ જિલ્લા મદદનીશ કલેક્ટરએ અનુરોધ કર્યો હતો.
મંદિર ટ્રષ્ટ તરફથી બેઠકમાં ઉપસ્થિત પ્રતિનિધિઓએ મેળા અને દર્શનને લઈને કેટલાંક સૂચનો કરતા વ્યવસ્થામાં કોઈ તૃટી ન રહે તે જોવા પણ પ્રાંત અધિકારીશ્રીએ ઉપસ્થિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. સાથે મેળામાં આવતી વિવિધ રાઈડની યોગ્ય ચકાસણી થાય અને કોઈ મુશ્કેલી ન સર્જાય તે જોવા ઉપર પણ તેઓએ ખાસ ભાર મૂક્યો હતો