
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મોડાસાની સર્વોદય હાઈસ્કૂલ ખાતે “POCSO કાયદા અંગે જાગૃતિ શિબિર”યોજાઈ
અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સહયોગથી મોડાસા શહેરની સર્વોદય હાઈસ્કૂલ ખાતે POCSO કાયદા અંગે જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી.આ શિબિરનું આયોજન અરવલ્લી જિલ્લા પ્રિન્સિપલ સેશન જજ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ નામદાર એ. એન.અંજારિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ શિબિરના મુખ્ય વક્તા તથા અધ્યક્ષ તરીકે સિનિયર સિવિલ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલટાઈમ સેક્રેટરી બી.એમ. પટેલનાઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે વિદ્યાર્થીઓને POCSO કાયદાની જટિલતાઓ સરળ ભાષામાં સમજાવી હતી.સોશિયલ મીડિયા મારફતે ઉભા થતા જોખમોની સીધી પણ સ્પષ્ટ ચર્ચા કરી કરવામાં આવી હતી.આ સાથે ડેપ્યુટી લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ એડવોકેટ ઘનશ્યામભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ માટે રસપ્રદ દ્રષ્ટાંત અને ગુજરાતી ભાષામાં અસરકારક ભાષણ આપવામાં આવ્યું. તેમણે કહ્યુ કે “મોબાઈલમાં હાથ ઘૂસાડતાં બાળકો ક્યારે કાયદાની જાળમાં ફસાઈ જાય છે, તેને સમજવા પર ભાર આપ્યો હતો.કાર્યક્રમમાં સર્વોદય હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મયંકભાઈ ભટ્ટ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના આર.એમ પટેલ તેમજ શાળાના તમામ શિક્ષકગણ અને વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહ્યા હતા.




