
નર્મદા જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ, ચાર કલાકમાં કુલ ૧૧.૧૪ ઇંચ વરસાદ ખાબક્યો
રાજપીપલા નજીક આવેલ લછરસ ગામ બેટમા ફેરવાયું, જિલ્લામાં અનેક કૉઝવે ધોવાયા
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં તારીખ ૧૫ જુલાઈ સોમવારના રોજ વરસાદે ધબડાટી બોલાવી છે જિલ્લામાં ભારે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું સવારથી ચાલુ થયેલા વરસાદ માં અનેક જગ્યાએ પાણી ભરાયાં હતાં જિલ્લામાં ચાર કલાકમાં કુલ ૧૧.૧૪ ઇંચ વરસાદ વરસતા જળ બંબાકાર ની સ્થિતિ ઊભી થઈ છે
રાજપીપલા નજીક આવેલ લાછરસ ગામ બેટમાં ફેરવાયું હતું જ્યારે રાજપીપલા શહેરમાં નીચાણ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં ઉપરાંત દુકાનોમાં પણ પાણી ભરાયાં હતાં ડેડીયાપાડા થી કંજાલ જતો રસ્તો પુલ પાસે ધોવાયો છે જ્યારે ડેડીયાપાડા થી મોવી જતાં યાલ નજીક પુલ ધોવાયો હતો વડિયાની સત્યમ નગર સોસાયટીમાં પણ પાણી ભરાયાં હતાં
રાજપીપલા નજીક આવેલ કરજણ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે જેના કારણે રૂલ લેવલ જાળવવા કરજણ ડેમમાંથી ૩૦ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે કાંઠાના વિસ્તારોને સાવધ રહેવા અપીલ કરાય છે
વરસાદની આંકડાકીય માહિતી જોઈએ તો તારીખ ૧૫.૦૭.૨૪ સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધી નાંદોદ તાલુકામાં ૪.૭૨ ઇંચ, તિલકવાડા તાલુકામાં ૩.૪ ઇંચ, દેડીયાપાડા ૦.૮૭ ઇંચ ગરુડેશ્વર તાલુકામાં સૌથી વધુ ૫.૬૩ ઇંચ વરસાદ નોંધાયો છે કરજણ ડેમની જળ સપાટી ૧૦૬.૧૮ મીટર નોંધાય છે ડેમમાં પાણીની આવક ૮૮,૩૨૧ ક્યુસેક થઈ રહી છે જ્યારે પાણીનું રૂલ લેવલ જાળવવા માટે હાલ ૩૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેમાં ત્રણ દરવાજા ખોલી પાણીનો જથ્થો છોડો છોડાઈ રહ્યો છે હાલ ડેમના જળ વિદ્યુત મથકો પણ ચાલી રહ્યા છે જેના દ્વારા ૪૦૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે આમ ઉપરવાસમાં વરસાદના કારણે કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે રાજપીપળા સહિત આસપાસના વિસ્તારોને સાવજ રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે






