
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
*કેમ્પમાં આયુર્વેદ-૧૬૨ અને હોમિયોપેથિકમાં -૪૩ દર્દીઓએ લાભ લીધો*
સરકારી આયુર્વેદ હોસ્પિટલ, નવસારી દ્વારા સિનિયર સિટીઝન ડે નિમિત્તે વૃધ્ધ વ્યકિત માટે વિનામૂલ્યે જીરીયાટીક કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું. સિનિયર સિટીઝન માટે રાખવામાં આવેલા આ કેમ્પમાં વિનામૂલ્યે ડાયાબીટીસ, બ્લડ પ્રેસરની તપાસ નિદાન સારવાર, કબજીયાત, કપવાત, વાયુના રોગો, સાંધાના રોગો, ચામડીના રોગો, અનિદ્રા, યાદશકિત ઘટવી, નબળાઇ વગેરેની તપાસ કરવામાં હાથ ધરવામાં આવી હતી. આ કેમ્પમાં આયુર્વેદ-૧૬૨ અને હોમિયોપેથિક માં -૪૩ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં વૈદ્ય પંચકર્મશ્રી ઉર્વિબેન પટેલ, વૈદ્ય અમી દશોંદી, ડો. માધવી ગઢવી તથા યોગ પ્રશિક્ષક શીતલ સોલંકીએ સેવા આપી હતી. સરકારી આયુર્વેદ હોસ્પિટલના તમામ સ્ટાફ હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો.




