આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી , વધુ એક રાયોટિંગનો ગુનો નોંધાયો
ચૂંટણીમાં કાર્યકર્તાઓના જમવાનું બીલ માંગનાર હોટલ સંચાલકને ધારાસભ્ય ચૈતર વસાવા સહિત સાગરીતોએ માર માર્યો હોવાના આક્ષેપ
રાજપીપળા : જુનેદ ખત્રી
ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે બીજીવાર આક્ષેપ લાગ્યો છે કે તેમણે પોતાના સાથી મિત્રો સાથે એક હોટલ સંચાલન કરતો અને તેમનો પાયાનો કાર્યકર આદિવાસી યુવાનને બેરહેમી પૂર્વક માર માર્યો કારણ બસ એટલું કેચૂંટણી ટાણે હોટેલ માં જમવાનું થયેલું બીલ બાકી હોય આ બીલની માંગણી કરતા. આ મારામારી કરતા ફરી એક વાર ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ વધુ એક રાયોટિંગનો ગુનો દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બે દિવસ અગાઉ રાજપીપળા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડેડીયાપાડા ધારાસભ્ય તથા તેના માણસો ઘરે આવી માર માર્યાની ફરિયાદ લઇ ને એક આદિવાસી પરિવાર પહોંચ્યું ડેડીયાપાડા સામ૨પાડા (થપાવી) ના શાંતિલાલ ડેબાભાઈ વસાવા તેની પત્ની અને પુત્ર સાથે પૂર્વ કારોબારી ચેરમેન બહાદુર વસાવા સાથે પોલીસ આધિક્ષકને મળી મેં ફરિયાદ આપી પગલાં ભરવા રજૂઆત કરી હતી. જેને બાદ એક બીજા પર આક્ષેપ બાજી પણ કરવામાં આવી હતી. પરંતુ અરજદાર શાંતિ લાલ ભાઈ અતમોવિલોપંન ની ચીમકી આપતા આખરે આ બનાવ નો ગુનો નોંધવા મા આવ્યો છે.
અગાઉ વન કર્મી ને માર મારવાના ગુનામાં શરતી જામીન પર છૂટ્યા છે.ત્યારે ગત રોજ વધુ એક દેડીયાપાડા ધારાસભ્ય સહિત અન્ય લોકો અને બીજા અન્ય લોકો સામે હોટેલના મેનેજરે માર મારવા નો ગુનો નોધાયો છે. પણ હાલ ધારાસભ્ય ચૈતર વસાવા ફરી કાયદાનાં ગુના માં સપડાયા છે. જો ધારાસભ્ય ચૈતર વસાવાની મારામારી પોલીસ તપાસમાં ગુનાહિત કૃત્ય બહાર આવ્યું તો આગળનાં શરતી જામીન રદ થઈ સકે છે ધારાસભ્ય ની મુશ્કેલી વધી સકે છે.
આ બાબતે ઘટના વર્ણવતા શાંતિલાલ વસાવા એ જણાવ્યું હતું કે તે પોતે શિવમ પાર્ક હોટલ નિગટ માં મેનેજમેન્ટ કરી હોટલનું સંચાલન ક૨તો હતો. જેમાં લોકસભાની ચૂંટણી દરમ્યાન ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તથા તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ હોટલમાં આવતા જમતા અને ખાતા હતા જયારે ધારાસભ્ય ની અને લોકસભાની ચુટણી વખતનું હોટલ જમવાનું બીલ બાકી છે તે બાબતે ચૈત૨ભાઈની ફોન ક૨તો હતો તો કયેલા તેઓ મારો ફોન ઉપાડતા ન હતા. કુલ બીલ જમવાનું 1,28,720 રૂપિયા છે. જેની વારંવાર માંગણી છતાં ના અપાતા ગુસ્સેથઈ ને આ યુવાને બીજા અજાણ્યા નંબર પરથી ફોન કર્યો અને ઉઠાવ્યો ત્યારે ગુસ્સેથઈ ને અપશબ્દો બોલી વાત કરતા ધારાસભ્ય અકળાયા અને તેઓ ધર્મેશ (ધમો), માધુસિંહ, જીતુભાઇ, શિવરામભાઈ, અને ધમા ભાઈ સહીત અન્ય ટોળું લઈને મારી ઘેરે આવી પહેલા મને ધારાસભ્યે મારવાનું ચાલુ કર્યું બાદમાં તેમની સાથે લોકોને કહ્યું મારો અને બધાએ ટોળે વળી ઢોર માર માર્યો ત્યારે ગંભીર ઈજાઓ પહોંચાડી જતા રહ્યા હતા ઈજાગ્રસ્ત યુવાને સારવાર લીધી સ્વસ્થ થઇ જિલ્લા પોલીસ અધિક્ષક પાસે ન્યાય મંગાવા પહોંચ્યા હતા. પણ કોઈ કાર્યવાહી ન કરાતા એમને ગત રોજ પોલીસ સ્ટેશન પોહંચી ને ગુનો નોંધાવ્યો હતો.
જોકે આ બાબતે દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે હોટેલના ૫૦ હજાર રૂપિયાનો હિસાબ હતો એ ચૂકતે થઈ ગયો છેમારી વિરુદ્ધ મને બદનામ કરવાનું સડ્યાંત્ર ગણાવ્યું હતું. એમને મર મારવામાં આવ્યું છે એ પાયાવિહોણી વાત છે. કોઈ એમને આ રીતે બ્લેકમેઇલ કરશે તે ચલાવી નહિ લઈએ . હવે ફરિયાદી સાચો કે ધારાસભ્ય એતો પોલીસ તપાસ માં ખબર પડશે તેમ જણાય છે.