NANDODNARMADA

નર્મદા : GCAS પોર્ટલ અને પ્રવેશ પ્રક્રિયામાં સુધારાની માંગણી સાથે ABVP દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

નર્મદા : GCAS પોર્ટલ અને પ્રવેશ પ્રક્રિયામાં સુધારાની માંગણી સાથે ABVP દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

 

રાજપીપળા : જુનેદ ખત્રી

{“fte_image_ids”:[],”remix_data”:[],”source_tags”:[],”source_ids”:{},”source_ids_track”:{},”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“crop”:1,”flip_rotate”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}
નર્મદા જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નર્મદા દ્વારા મહત્વની માંગણીઓ લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું. GCAS પોર્ટલની પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતા અને સમયસર પ્રવેશ માટેના આ મુદ્દાઓ આજે વિદ્યાર્થીઓ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યા છે જે સંદર્ભે આવેદન આપવામાં આવ્યું હતું જેમાં આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ ખાનગી યુનિવર્સિટીઓ માટે પ્રવેશ પ્રક્રિયા GCAS પોર્ટલ દ્વારા કરવી જોઈએ જેથી પારદર્શિતા રહે અને જાહેર યુનિવર્સિટીઓ જેવી સમાન તક મળી રહે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં મૉક રાઉન્ડ ઉમેરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને કોલેજ પસંદગીનો સ્પષ્ટ વિકલ્પ મળે અને પ્રવેશ પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બને અનેક યુનિવર્સિટીઓના પરિણામો હજુ સુધી જાહેર ન થયા હોવાને કારણે વિદ્યાર્થીઓને પીસી કોષાર્થી અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવામાં મુશ્કેલી પડે છે. પરિણામો સમયસર જાહેર કરવામાં આવે તેવી માગ છે. ABVP નર્મદા દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું કે જો વિદ્યાર્થીઓની માંગણીઓનો તાત્કાલિક નિકાલ નહીં થાય તો પ્રદેશવ્યાપી આંદોલન થશે.

Back to top button
error: Content is protected !!