NANDODNARMADA

રાજપીપળા : લગ્નમાં ભોજન લીધા બાદ કેટલાક લોકોને ફૂડ પોઝનીંગ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ 

રાજપીપળા : લગ્નમાં ભોજન લીધા બાદ કેટલાક લોકોને ફૂડ પોઝનીંગ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ

 

સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મળી ૩૮ કેશો નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

રાજપીપળાના ટેકરા ફળિયામાં લગ્ન પ્રસંગમાં અંદાજિત ૩ હજાર વ્યક્તિઓનાં જમણવારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જોકે લગ્નમાં આવનાર મહેમાનો લગ્નમાં બનાવેલ ભોજન જમ્યા હતા. જોકે ભોજન બાદ એક કલાકમાં કેટલાક લોકોને પેટમાં દુખાવો, ઝડા, કેટલાક ને માત્ર ઉલટીતો કેટલાક લોકો ને ઝાડા, ઉલટી (ડાયરિયા) ની ફરિયાદ ઉઠતા ટેકરા ફળિયા વિસ્તમાં ભાગદોડ મચી હતી. અને ૧૦૮ પર કોલ પણ વધી ગયા હતા.જેમાં કેટલાક લોકો ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે ગયા તો કેટલાક સરકારી હોસ્પિટલમાં પહોચ્યા ઘટના ની જાણ થતાં રોગચાળા અધિકારી ડો.આર.સી.કશ્યપ ડો.સુમન સહિત આરોગ્ય ની ટીમ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ખાતે દોડ્યા હતા.

આ બાબતે નર્મદા જિલ્લા મુખ્ય રોગચાળા અધિકારી ડો.આર.સી.કશ્યપે જણાવ્યું હતું કે જે લગ્ન હતું જ્યાં તપાસ કરતા ૩ હજાર માણસોની રસોઈ હતી. જોકે ઝાડા નાં ૦૯ અને ઊલ્ટી નાં ૧૧ આં સાથે ઝાડા ઊલટી નાં ૧૯ નાં કેશો મળી આવ્યા છે. કુલ મળી 39 કેશો છે. બાકી બીજી કોઈ ફરિયાદ જોવા મળી નથી. આ સાથે આરોગ્ય ની ટીમ સતત તૈનાત થઈ જરૂરી તપાસ કરી રહી છે. બધાજ મહેમાનો ની તબિયત સારી છેબધા સ્વસ્થ છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળાનાં તમામ ખાનગી તબીબોના દવાખાને ઝાડા ઉલટીનાં કેશો નોંધાયા છે. જે ટેકરા ફરિયામાં જમ્યા બાદ આં ફરિયાદ ઉઠી હોય ઝાડા ઊલટીના કેશો માં રાત્રી દરમ્યાન સતત વધારો જોવા મળી રહ્યો છે. જોકે આરોગ્ય વિભાગ સતત સર્તક રહીને કામગીરી કરી આં પરિસ્થિતિને સાંભળી લીધી હતી.

Back to top button
error: Content is protected !!