GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઇસ્કુલ ખાતે બાળ સુરક્ષા અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

તારીખ ૨૨/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઇસ્કુલ, કાલોલ. ખાતે આજ રોજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી ગોધરા તેમજ શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઇસ્કુલ, કાલોલ. ના સંયુક્ત ઉપક્રમે બાળ અધિકારો ની માહિતી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના 400 ઉપરાંત વિદ્યાર્થીનીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું. જિલ્લા બાળ સુરક્ષા કચેરી ગોધરાના કર્મચારી અજયભાઈ વાળંદ તેમજ દિલીપભાઈ પરમાર, શાળાના શિક્ષક તેમજ આચાર્ય ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.





