GUJARATKUTCHMUNDRA

અદાણી પોર્ટ્સ-મુન્દ્રાને પ્રતિષ્ઠિત “સી પોર્ટ ઓફ ધ યર” એવોર્ડ એનાયત.

‘અર્થતંત્રમાં મુન્દ્રાપોર્ટ્સના મહત્વપૂર્ણ યોગદાનને એવોર્ડ’

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા-12 ફેબ્રુઆરી  : અદાણી પોર્ટ્સ મુન્દ્રાને નોર્ધન ઇન્ડિયા મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ એવોર્ડ્સ 2025 માં પ્રતિષ્ઠિત “સી પોર્ટ ઓફ ધ યર (ઉત્તરી ભારત માટે)” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. તાજેતરમાં આ નવી દિલ્હી સ્થિત શાંગરી-લા – ઇરોસ હોટેલ ખાતે આયોજીત એવોર્ડ સમારંભમાં એવોર્ડ એનાયત કરાયો હતો.

ભારતીય અર્થતંત્રમાં અદાણી પોર્ટ્સ મુન્દ્રાના મહત્વપૂર્ણ યોગદાનને આ એવોર્ડ માન્યતા આપે છે. લોજિસ્ટિક્સ અને પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અગ્રણી મુન્દ્રા પોર્ટ ભારતના મહત્તમ કન્ટેનરાઇઝ્ડ કાર્ગોનું સંચાલન કરે છે. મુંદ્રાપોર્ટ વિવિધ ચીજવસ્તુઓના નોંધપાત્ર જથ્થાનું પણ સંચાલન કરે છે, જે દેશના વેપાર અને વાણિજ્યમાં તેની મુખ્ય ભૂમિકાને મજબૂત બનાવે છે.

અદાણી પોર્ટ્સ મુન્દ્રા ઓપરેશનલ શ્રેષ્ઠતા અને ગ્રાહક સંતોષમાં બેન્ચમાર્ક સ્થાપિત કરવાનીયાત્રા યથાવતજારી રાખે છે.તેનાથી પ્રદેશમાં વૃદ્ધિ અને વિકાસને વેગ મળે છે. બંદરની અત્યાધુનિક સુવિધાઓ અને વ્યૂહાત્મક પહેલોએ તેને દરિયાઇ ઉદ્યોગમાં અગ્રણી તરીકે સ્થાન આપ્યું છે.

(APSEZ) એ તાજેતરમાં જાન્યુઆરી દરમિયાન થયેલા વ્યવસાયના આંકડા જાહેર કર્યા હતા. કંપનીએ આ મહિને 39.9 મિલિયન મેટ્રિક ટન કાર્ગો વોલ્યુમનું સંચાલન કર્યું છે.જાન્યુઆરીમાં કાર્ગો વોલ્યુમ 39.9 મિલિયન મેટ્રિક ટન હતું, જે ગયા વર્ષની સરખામણીમાં વાર્ષિક ધોરણે 32% વધુ છે. લિક્વિડ અને ગેસમાં ગયા વર્ષની સરખામણીમાં 18% નો વધારો નોંધાયો હતો.APSEZ દ્વારા2030 સુધીમાં 1 બિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!