DEDIAPADANARMADA

ડેડીયાપાડા પતિના અવસાન બાદ શર્મિલાબહેન વસાવા જાતે જ ટ્રેક્ટર ચલાવીને ખેતી કરે છે, 

ડેડીયાપાડા પતિના અવસાન બાદ શર્મિલાબહેન વસાવા જાતે જ ટ્રેક્ટર ચલાવીને ખેતી કરે છે,

તાહિર મેમણ- ડેડીયાપાડા- 06/02/2026 – નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના નવાગામ પાનુડા ગામના શર્મિલાબેન વસાવાની જીવનગાથા એ માત્ર એક મહિલાની સફળતાની વાર્તા નથી, પરંતુ તે સંઘર્ષ સામે અડગ રહી આત્મવિશ્વાસ, શ્રમ અને યોગ્ય માર્ગદર્શનથી જીવનને નવી દિશા આપવાની જીવંત કથા છે.

 

તેમના પતિના અવસાનને આજે 12 વર્ષ વિતી ગયા છે. પતિના અકાળે અવસાનથી પરિવારમાં ઊભી થયેલી અસંખ્ય મુશ્કેલીઓ સામે શર્મિલાબહેને હાર માનવાના બદલે જવાબદારીને સ્વીકારી લીધી. તેમનું ઘર, સંતાન અને ખેતી આ તમામ જવાબદારીઓ તેમણે એકલાએ જ સંભાળી લીધી હતી. એક સમય એવો હતો જ્યારે સમાજની નજર, આર્થિક તંગી અને માનસિક દબાણ એક વિધવા મહિલાને નબળી પાડે, પરંતુ શર્મિલાબહેને સંજોગોને જ પોતાની શક્તિ બનાવી દીધી અને પ્રાકૃતિક ખેતી તરફનો પરિવર્તનનો માર્ગ અપનાવ્યો.

 

પોતાની જમીનમાં પરંપરાગત ખેતીમાં વધતા ખર્ચ અને ઘટતી આવકને ધ્યાનમાં રાખીને શર્મિલાબહેને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સાહસિક નિર્ણય કર્યો. ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ તેમણે છેલ્લા ચાર વર્ષથી ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. ચાર એકર જમીનમાં તેઓ જાતે જ ટ્રેક્ટર ચલાવીને ખેતી કરે છે. જે ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ માટે દુર્લભ પરંતુ પ્રેરક દૃશ્ય છે.

 

ખેતીમાં રાસાયણિક ખાતર અને દવાઓનો ત્યાગ કરીને તેમણે ખર્ચ ઘટાડ્યો અને જમીનની ઉર્વરતા જાળવી રાખી. પરિણામે આજે તેઓ ખેતી દ્વારા સ્વમાનભેર જીવન જીવી રહ્યા છે અને સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બન્યા છે.

Back to top button
error: Content is protected !!