
એસ્પિરેશનલ બ્લોક નાંદોદમાં વહીવટી તંત્ર અને પિરામલ ફાઉન્ડેશનના પ્રયાસોથી જાગૃતિ કાર્યક્રમ યોજાયો
રાજપીપલા : જુનેદ ખત્રી
એસ્પિરેશનલ જિલ્લા નર્મદાના એસ્પિરેશનલ તાલુકા નાંદોદમાં ભદામ અને લાછરસ ગ્રામ પંચાયત સ્તરે સંપૂર્ણતા અભિયાન અને સ્તનપાન સપ્તાહ અંતર્ગત ૧૦૩ લાભાર્થી સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓ, એનમ, આશા, આંગણવાડી કાર્યકર્તા સાથે નાંદોદ વહીવટી તંત્ર ICDS વિભાગ અને પિરામલ ફાઉન્ડેશન દ્વારા સપ્લિમેન્ટ્રી ન્યુટ્રીશન, ટેક હોમ રેશન, અર્લી ANC રજીસ્ટ્રેશન, ડાયાબીસ અને હાયપરટેન્શન સ્ક્રિનિંગ તેમજ તેની મહત્વતા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.
નાંદોદ તાલુકા ICDS BNM તુલસીબેન દ્વારા ટેક હોમ રેશનના મહત્વ અને તેનાથી લાભાર્થીને થતા ફાયદા અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પિરામલ ફોઉન્ડેશન પ્રોગ્રામ મેનેજર નજમા કેશવાણી દ્વારા સંપૂર્ણતા અભિયાનના સેચ્યુરેશન ઓફ કી પરફોર્મન્સ ઈન્ડિકેટર્સ પર લાભાર્થી સાથેના હસ્તક્ષેપ વિગતવાર સમજણ આપવામાં આવી હતી. મેન્સ્યુલેશન હાયજીન પર કિશોરીઓને સમજ પુરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે ગાંધી ફેલોઝ અદિતિ સિન્હા અને મહક જૈન દ્વારા ધાત્રી માતા સાથે હસ્તક્ષેપ અને સ્તનપાનના મહત્વ, સ્તનપાનથી માતા અને બાળકને થતા લાભો, તેમજ સ્તનપાનને લઈને સામાજિક ખોટી ધારણાઓ, પૂરક આહાર અને સ્વાસ્થ્ય પર ચર્ચા કરવામાં આવી. લાછરસ ગ્રામ પંચાયત સરપંચ ધર્મિષ્ઠાબેન તડવી દ્વારા લાભાર્થીઓને સંબોધી અને પિરામલ ફાઉન્ડેશન ટીમને સહકારની ખાત્રી આપી.
લાભાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ એસ્પિરેશનલ તાલુકા નાંદોદ CDPO મૌસમબેન અને પિરામલ ફોઉન્ડેશન પ્રોગ્રામ મેનેજર નજમા કેશવાણીના સંકલન અને માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.



