નાંદોદ તાલુકાના વીરસિંગપરા ગામે દીપડાના હુમલાથી એક ઈસમને ગંભીર ઈજાઓ
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં અંતરિયાળ ગામોમાં ઘણી બધી વાર દીપડાઓ પશુઓનું મારણ કરતા હોય છે પરંતુ નાંદોદ તાલુકાના વીરસિંગપરા ગામે દીપડાએ મનુષ્ય ઉપર હુમલો કરવાની ઘટના સામે આવી છે
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવતા વીરસિંગપરા ગામે રહેતા બચુભાઈ વસાવા તેઓ ખેતરમાં કામ કરતા હતા ત્યારે પાછળથી દિપડા તેમની પર હુમલો કરતા તેવોને માથાના ભાગે ગંભીર ઉજા પહોંચી છે. તેઓ દ્વારા જણાવ્યું હતું કે વારંવાર અમે ફોરેસ્ટ વિભાગમાં દીપડા પકડવા માટે અરજી કરી છે છતાં કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી ત્યારે માનવ વસાહતમાં ભયનો માહોલ સર્જાયો છે