GUJARATJUNAGADHKESHOD

શ્રી મુક્તાનંદજી બાપુની પ્રેરણાથી ખોરાસા ગીરમાં દેશના જવાનોનું સન્માન અને સર્વ રોગ નિદાન કેમ્પ, જુનાગઢ જિલ્લા ભાજપ મંત્રી શ્રી ચંદુલાલ જે મકવાણા દ્વારા આયોજિત

શ્રી મુક્તાનંદજી બાપુની પ્રેરણાથી ખોરાસા ગીરમાં દેશના જવાનોનું સન્માન અને સર્વ રોગ નિદાન કેમ્પ, જુનાગઢ જિલ્લા ભાજપ મંત્રી શ્રી ચંદુલાલ જે મકવાણા દ્વારા આયોજિત

15 મી ઓગસ્ટ પ્રજાસત્તાક દિવસે દેશના જવાનોનું સન્માન સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ શ્રી મુક્તાનંદજી બાપુ સંચાલિત જય અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચાપરડા તાલુકો વિસાવદર દ્વારા તારીખ 15.8.24 ગુરૂવારના રોજ • સવારે 9 થી 12 વાગ્યા સુધી જવાહર હાઈસ્કૂલ ખોરાસા ગીર મુકામે  દેશના જવાનોનું સન્માન વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં ડો . કૌશલ દાવરા એમ.ડી ફિઝિશિયન, ડો. રોહિત બાલસ એમ.ડી માનસિક રોગના નિષ્ણાત, ડો. પાર્થ સવાણી એમ .એસ જનરલ સર્જન, ડૉ. પારસ ચાવડા એમ.એસ ગાયનેક સ્ત્રી રોગ નિષ્ણાંત, ડો. ગૌરવ મેરજા, દ્વારા આંખના રોગો જેવા કે મોતિયો પરવાળા વેલ વગેરેનું નિદાન કરી આપવામાં આવશે. તેમજ ડૉ.પ્રિયાંક કળથીયા ઓર્થોપેડિક (હાડકાના સર્જન) ડોક્ટર પ્રિયમ ઘોડા બી.ડી.એસ દાંત રોગના નિષ્ણાંત દ્વારા નિદાન સારવાર વિનામૂલ્યે કરી આપવામાં આવશે તો ખોરાસા ગીર અને આજુબાજુના ગામના જરૂરિયાત વાળા દર્દી ઓએ બહોળી સંખ્યામાં લાભ લેવા  આ કેમ્પ ના આયોજક શ્રી ચંદુલાલ જે મકવાણા ની યાદી જણાવે છે. પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુની પ્રેરણાથી દેશના જવાનોનું સન્માન અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ સર્વે રોગ નિદાન કેમ્પના શુભેચ્છકો મા ખોરાસા ગીર ગ્રામ પંચાયત, જવાહર હાઈસ્કૂલ, ભવાની એગ્રો ગ્રુપ, લાયન્સ ગૌસેવા ગ્રુપ, ખોરાસા ગીર લોક કલ્યાણ સમિતિ, ડોક્ટર આંબેડકર યુવક મંડળ, પ્રાથમિક કુમાર શાળા, પ્રાથમિક કન્યાશાળા છે આ કેમ્પનું સરનામું: જવાહર હાઈસ્કૂલ ખોરાસા ગીર છે

અહેવાલ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!