DEDIAPADAGUJARATNARMADA

સાગબારા નસા ની હાલત માં ચાલકે કાર ચાની દુકાન માં ઘુસાડી દીધી

સાગબારા નસા ની હાલત માં ચાલકે કાર ચાની દુકાન માં ઘુસાડી દીધી

તાહિર મેમણ – ડેડીયાપાડા – 14/06/2025 – નગરમાંથી પસાર થતા હાઈવે ઉપર ચા નાસ્તાની દુકાનમાં કાર ઘુસી જતા એક મહિલા ઇજાગ્રસ્ત કાર માંથી બે લોકોને ઝડપી લેવાયા જ્યારે બે લોકો નાસી છૂટ્યા મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા મોટાભાગના વાહનોના ચાલકો નશાની હાલતમાં જ હોવાનું જણાવી રહ્યાં છે લોકો આંતરરાજ્ય પોલીસ ચેક પોસ્ટ ઘનશેરા ખાતે આવા વાહનોને કરાય છે નજર અંદાઝ પોલીસ ને રસ તો છે બસ બે નંબરના વાહનોમાં કે જયાં તોડપાણી કરી શકાય સાગબારા નગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર ડ્રિન્ક એન્ડ દ્રાઈવ નો કેસ બનવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં એક કાર ચાલકે નશાની હાલતમાં કાર હંકારી લાવી રસ્તાની બાજુમાં આવેલ ચા નાસ્તાની દુકાનમાં ઘુસાડી દેતા એક મહિલાને ઇજાઓ પહોંચી છે.

મળતી માહિતી મુજબ સાગબારા નગરમાંથી નેશનલ હાઈવે 753 બી પસાર થાય છે. જે ગુજરાત રાજ્ય માંથી મહારાષ્ટ્ર સહિત દક્ષિણ પૂર્વના રાજ્યોને જોડે છે.જ્યા આજે સાંજે અમિયર દૂધ મંડળી સામે આવેલ એક ચા નાસ્તાની દુકાનમાં મહારાષ્ટ્ર રાજ્યના જલગાવ વિસ્તારની એક કાર નંબર MH 19 CZ 8833 અચાનક ઘુસી જતા દુકાનમાં હાજર એક મહિલાને ઇજાગ્રસ્ત કરતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે ચા નાસ્તાની દુકાનને ભારે નુકસાન થયું છે.મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા મોટાભાગના વાહન ચાલકો નશાની હાલતમાં જ વાહનો હંકારતા હોવાનું લોકોએ જણાવ્યું હતું.
આજે સાંજના સુમારે મહારાષ્ટ્ર ની એક કાર નંબર MH 19 CZ 8833 નો ચાલક કહેવાય છે કે દારૂના નશામાં કાર ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સાગબારા નગરના છેવાડે આવેલ અમિયર દૂધ ઉત્પાદક સહકારી મંડળી સામે આવેલ વાલજીભાઈ તડવીની ચા નાસ્તાની દુકાનમાં ઘસી ગઈ હતી. જ્યાં વાલજીભાઈ ના પત્ની સવિતાબેન વાલાજીભાઈ તડવી ઉ..55 પણ હાજર હોય તેમને ઇજાઓ પહોંચાડી હતી.જેને 108 મારફતે સારવાર અર્થે સાગબારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અકસ્માત સર્જાયો ત્યારે કારમાં ચાર લોકો સવાર હતા.બાદમાં ઘટના સ્થળે થી બે લોકો નાસી છૂટ્યા હતા.ઘટનાની જાણ સાગબારા પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ કારમાંથી બે લોકોને ઝડપી લીધા હતા.

ડ્રિન્ક એન્ડ દ્રાઈવ ના આ કેસમાં ચા નાસ્તાની દુકાનમાં કાર અંદર સુધી ઘુસી જતા કોઈ જાનહાની તો નથી થઈ પરંતુ દુકાનને ભારે નુકસાન થયું છે. કહેવાય છે કે દુકાન સંપૂર્ણપણે તૂટી ગઈ છે. ત્યારે 50 હજાર થી વધુનું નુકસાન દુકાનમાં થયું હોવાનો અંદાજ લોકો લગાવી રહ્યા છે.ત્યારે ઘટના સ્થળે હાજર લોકો એમ પણ જણાવી રહ્યા હતા કે મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા મોટા ભાગના વાહનોના ચાલકો દારૂના નશામાં જ હોય છે.જેને આંતર રાજ્ય પોલીસ ચેક પોસ્ટ એવી ઘનશેરા ખાતે ચેક કરવામાં આવતા જ નથી અને નજર અંદાઝ કરવામાં આવે છે.ત્યારે ઘટના સ્થળે હાજર લોકો પોલીસ પર એવો પણ આક્ષેપ લગાવી રહ્યા હતા કે પોલીસ ને તો માત્ર બે નંબરના વાહનો પકડવામાં જ રસ છે કે જેના થકી તોડ પાણી કરી શકાય.ત્યારે આ અકસ્માતમાં મોટી જાનહાની થતા રહી ગઈ હતી, કારણ કે આ સમયે શાળાઓ છૂટે છે અને નજીકમાં જ એક માધ્યમિક શાળા હતી.જોકે શાળા છૂટવામાં થોડી વાર હતી અને આ ઘટના બની હતી.નહીંતર અસંખ્ય બાળકો અહીંથી ચાલતા પસાર થતા હોય છે.

Back to top button
error: Content is protected !!