NARMADA

નર્મદા : ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કાર્યશૈલીથી વકીલ મંડળ પ્રભાવિત, ટ્રાન્સફર અટકાવવા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું

નર્મદા : ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કાર્યશૈલીથી વકીલ મંડળ પ્રભાવિત, ટ્રાન્સફર અટકાવવા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું

નર્મદા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ ની કાર્યશૈલીથી પ્રભાવિત થયેલ વકીલ મંડળ દ્વારા ટ્રાન્સફર રોકવા માંગ કરાઈ હોવાનો પ્રથમ કિસ્સો

રાજપીપળા: જુનેદ ખત્રી

સરકારી ક્ષેત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ હોય કે જજ હોય તેઓની બદલી થવી એ સ્વાભાવિક બાબત છે પરંતુ પ્રથમ વખત એવી ઘટના બની છે કે જજ સાહેબની બદલી થતાં વકીલ મંડળ દ્વારા તેમની ટ્રાન્સફર રોકવા માટે હડતાળ કરી છે

નર્મદાના ડિસ્ટ્રિક્ટ જજ તરીકે એ આર પટેલ સાહેબ હાલ સેવા આપી રહ્યા છે ત્યારે તેઓની ટ્રાન્સફર થતા બાર એસોસિએશન નર્મદા દ્વારા ડીસ્ટ્રીક જજ સાહેબની ટ્રાન્સફર બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને તેઓની ટ્રાન્સફર રદ ન થાય ત્યાં સુધી અ ચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યું છે

બાર એસોસિએશન દ્વારા કરાયેલ ઠરાવમાં જણાવવામાં આવી રહ્યું છે કે ડીસ્ટ્રીક જજ સાહેબ ખૂબ જ સરળ અને સતત કાર્યશીલ રહેતા ઉમદા જજ સાહેબ છે તેઓ હંમેશા અનુકૂળ સ્થિતિને ધ્યાનમાં રાખી નર્મદા જિલ્લા કોર્ટની ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ રહ્યા છે ૦૬ મહિના અગાઉ નર્મદા ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે તેઓએ ચાર્જ સંભાળ્યો છે આવા ટૂંકા ગાળાના સમયમાં તેઓની ટ્રાન્સફર થતી રહેશે તો કાર્ય પ્રણાલીમાં પણ સ્થિરિકરણ આવી શકશે નહીં તેવું બાર એસોસિએશન નર્મદા નું કહેવું છે ઉપરાંત ટૂંકા ગાળામાં તેઓએ નવી કોર્ટ બિલ્ડીંગનું ઉદઘાટનની કામગીરી સારી રીતે પાર પાડી છે ઉપરાંત કોર્ટ બિલ્ડિંગની વ્યવસ્થાપન ગોઠવવામાં ટૂંક સમયમાં બાર અને બેન્ચ વચ્ચે સંકલન રાખીને સફળતાપૂર્વક કામગીરી કરી છે

ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ એ.આર પટેલે જ્યુડિશિયરીની કામગીરીમાં જુનિયર અને પ્રોસિજર તેમજ રજૂઆતો યોગ્ય રીતે કરી શકે તેવો માહોલ પૂરો પાડ્યો છે તેઓની નિવૃત્તિમાં થોડાક જ મહિના બાકી રહ્યા છે ત્યારે તેને ધ્યાનમાં લઈ નિવૃત્તિ સમય અત્રે પૂર્ણ થાય તેવી જિલ્લા બાર એસોસિએશનના સભ્યો અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે હાઇકોર્ટ પાસે નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવી છે કે ડિસ્ટ્રિક્ટ જજ એ આર પટેલ ની ટ્રાન્સફર રોકવામાં આવે

જ્યાં સુધી ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની ટ્રાન્સફર રદ ન કરવામાં આવે ત્યાં સુધી બાર એસોસિએશન નર્મદા દ્વારા અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવી છે હડતાલ સમયમાં જામીન સિવાયના તમામ કામોથી નર્મદા જિલ્લા બાર એસોસિએશનના સભ્યો વેગડા રહેશે તેવો સર્વનું મતે ઠરાવ પણ કરવામાં આવ્યો છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!