NANDODNARMADA

રાજપીપળા ખાતે સ્વ. અલ્કેશસિંહ ગોહિલ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો, દેવાયત ખાવડે યુવાનોને નશાથી દૂર રહેવાનો સંદેશ આપ્યો

રાજપીપળા ખાતે સ્વ. અલ્કેશસિંહ ગોહિલ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો, દેવાયત ખાવડે યુવાનોને નશાથી દૂર રહેવાનો સંદેશ આપ્યો

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

રાજપીપળા ખાતે સ્વ. અલ્કેશસિંહ ગોહિલ સેવા ટ્રસ્ટ દ્વારા કાઠિયાવાડના પ્રસિદ્ધ લોકડાયરા કલાકાર દેવાયત ખાવડનો ભવ્ય લોકડાયરો યોજાયો.આ લોકડાયરામાં સંસ્કૃતિ, સંગીત અને સમાજપ્રતિ પ્રતિબદ્ધતા સાથે યુવાનોમાં વ્યસનમુક્તિનો પ્રેરક સંદેશો આપવામાં આવ્યો. દેવાયત ખાવડના સુખદ સ્વર, સકારાત્મક વિચારો અને ગ્રામીણ સંગીતના રંગે સમગ્ર સભા મંત્રમુગ્ધ થઈ ગઈ. ખાસ કરીને યુવાનોને વ્યસનોથી દૂર રહી જીવનને ઉન્નત બનાવવાનો શક્તિશાળી સંદેશો સૌએ વધાવ્યો. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. તેમણે સ્વ. અલ્કેશસિંહ ગોહિલની સેવાભાવની પરંપરાને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે, સામાજિક સુધારણા અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે આવા કાર્યક્રમોની જરૂરિયાત છે. ગોહિલ પરિવારની જનસેવાની પરંપરા અને શહેરના વિકાસ માટેના યોગદાનની પ્રશંસા પણ કરી. રાજપીપળા શહેરના મોટી સંખ્યામાં રહીશો, મહાનુભાવો, યુવાનો અને મહિલા વર્ગએ ઉત્સાહભેર હાજરી આપી લોકડાયરાનો આનંદ માણ્યો. કાર્યક્રમને સફળ બનાવવા કુલદીપસિંહ ગોહિલ તથા પરિવાર અને સેવા ટ્રસ્ટના સભ્યો દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે સાહિત્યકાર દેવાયત ખાવડે જણાવ્યું કે રાજપીપળામાં સૌપ્રથમવાર કાર્યક્રમનું આયોજન થયું પ્રજાનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો સૌરાષ્ટ્ર જેવોજ માહોલ જોવા મળ્યો પ્રેમ મળ્યો સાહિત્ય સાથે સંસ્કૃતિ ની જાળવણી કરવાનો સંદેશ આપ્યો ઉપરાંત તેઓએ યુવાનોને નશામુક્તિની સલાહ આપી અને જણાવ્યું કે વ્યસનથી દૂર રહીશું તો આપણે સંસ્કૃતિને આપણા દેશને સમાજને બચાવી શકીશું

Back to top button
error: Content is protected !!