
નર્મદા જિલ્લા રમત સંકુલ રાજપીપલા ખાતે જિલ્લા કક્ષાની આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ
રાજપીપળા : જુનેદ ખત્રી
૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી સ્પોર્ટ્સ સંકુલ ધાબા ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.
“યોગા ફોર વન અર્થ, વન હેલ્થ”ની થીમ સાથે યોજાયેલી આ ઉજવણીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ, જિલ્લાના નાગરિકો, જિલ્લા રમત સ્કૂલના વિદ્યાર્થીઓ, માય યુવા ભારતના સ્વયંસેવકો, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો અને યોગ સાધકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોમન યોગ પ્રોટોકોલનો યોગાભ્યાસ કર્યો હતો.





