NANDODNARMADA

નહેરુ યુવા કેન્દ્ર માય ભારત નર્મદા દ્વારા આઈ.ટી.આઈ. જીતનગર ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજાયો

નહેરુ યુવા કેન્દ્ર માય ભારત નર્મદા દ્વારા આઈ.ટી.આઈ. જીતનગર ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજાયો

 

રાજપીપલા  :- જુનેદ ખત્રી

 

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નહેરુ યુવા કેન્દ્ર માય ભારત નર્મદા દ્વારા જિલ્લા કક્ષાનો રમતોત્સવ આઈ.ટી.આઈ. જીતનગર ખાતે યોજાયો હતો. જેમાં કબડ્ડી, ખોખો, 100 મીટર દોડ, 400 મીટર દોડમાં ભાઈઓ અને બહેનોની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

નર્મદા જિલ્લાનાં યુવા આગેવાન નીલકુમાર રાવે આ પ્રસંગે યુવાઓને સંબોધી યુવાનોને સમગ્ર દેશમાં તેમના સમકક્ષ સાથે જોડાવા અને સાંસ્કૃતિક સમજણ, નેતૃત્વ વિકાસ અને દેશભક્તિની ભાવનાને મજબૂત કરવા અપીલ કરી હતી. સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખેલો ઇન્ડિયા અને સ્વસ્થ યુવા સ્વસ્થ ભારતના સંદેશાને જન-જન સુધી પહોંચાડવા યુવાઓને અનુરોધ કર્યો હતો.

નેહરુ યુવા કેન્દ્ર નર્મદાનાં જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શનમાં યોજાયેલા આ રમતોત્સવમાં શહેર વેપારી મંડળના ઉપપ્રમુખ અને રાજપીપલા શહેરના અગ્રણી અજીતભાઈ પરીખ, આઈ.ટી.આઈ.ના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ, નેહરુ યુવા કેન્દ્રના કાર્યક્રમ અધિકારી ચંદ્રકાંત બક્ષી, સ્વામી વિવેકાનંદ મંડળના જિલ્લા સંયોજક જયદીપ પાટણવાડીયા, આઈ.ટી.આઈના કાર્તિક વસાવા, નહેરુ યુવા કેન્દ્ર નર્મદાના યુવા સ્વયં સેવક  રજનીશ તડવી  નિલેશ ભીલ, પ્રતીક્ષાબેન પટેલ,  નિમિષાબેન તડવી અને યુવા ખેલાડી ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિવિધ રમતોની વિજેતા ટીમોને રમત ગમત કીટ તથા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા

Back to top button
error: Content is protected !!