GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના પીંગળી નવચેતન વિદ્યામંદિર ના ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો.

તારીખ ૦૭/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ગામ પીંગળી ની નવચેતન વિદ્યામંદિર ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો હતો જેના મુખ્ય અઘ્યક્ષ બાગવાન અજમેરી ના નેજા હેઠળ દીપ પ્રાગટ્ય કરી સૌ મહાનુભાવો નું પુષ્પ ગુચ્છ થી સ્વાગત કર્યું આ અવસરે આ શાળા ના શિક્ષિકા જયશ્રીબેન ઠકકર નો વયનીવૃતી નો પણ વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો સાથોસાથ શાળા નો એન્યુલ ડે વાર્ષિકોત્સવ દિવસ ની ઉજવણી પણ કરવામા આવી હતી.મંચસ્થ મહાનુભાવો સુજ્ઞશ્રી કવિ વિજય વણકર “પ્રીત” પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તેમણે શિક્ષણ પર વધુ ભાર મૂકી છણાવટ કરી હતી ગામનાં સરપંચ વિજયસિંહ સોલંકી,છેલ્લા ૧૦ વર્ષ થી નોટબુક નું દાન કરી રહ્યા છે એવા ભલસિંહ સોલંકી, માજી સરપંચ ભીખાભાઈ વણકર, એસ એસ સી પરીક્ષા બોર્ડ સમિતિ સભ્ય અને કાનોડ હાઇસ્કુલ ના આચાર્ય મનીષભાઈ ઓઝા, ભાર્ગવીબેન,જી.પી.પટેલ, ડેપ્યુટી સરપંચ દશરથસિંહ સોલંકી અને સૌ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતાં આ તબ્બકે સુભાષભાઈ મેનેજીંગ ટ્રસ્ટી હાજર રહ્યા હતા ત્યારે પીંગળી શાળા ના આચાર્ય સમીરભાઈ શાહ ની અથાગ મહેનત થી અનેક વળાંક શાળા ને આપવા માં કચાસ રાખી નથી તેમ જણાવ્યું હતું સૌ મહાનુંભાવો દ્વારા બોર્ડ ની પરીક્ષા આપતા તમામ બાળકો ને યોગ્ય દાન પેન, સંચો, ફૂટ પટ્ટી, પાઉચ, પેન્સિલ રબર વિગેરે વિતરણ કરાયું હતું.સવિશેષ આખા વર્ષ દરમિયાન શાળા માં થતી પ્રવૃત્તિઓ માં અને ધો ૯/૧૦ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ ને રોકડ રકમ ઈનામ અને વસ્તુ ના રુપ માં ભેટ વિદ્યાર્થીઓ ને અર્પણ કરી હતી સાંસ્ક્રુતિક કાર્યક્ર્મ નિહાળ્યો હતો અને સમગ્ર કાર્યક્ર્મ નું સંચાલન એચ.જી ગોસાઈ એ કર્યું હતું અને આભાર વિધિ માનશી સોલંકી એ કરી હતી અંતે સૌ ભોજન લઈ છુટા પડ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!