નર્મદા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ભીમસિંગભાઈ શનાભાઈ તડવીની બિન હરીફ વરણી
ઉપપ્રમુખ માછી મેહુલભાઈ વિનુભાઈને નર્મદા જિલ્લા પંચાયતમાં રીપીટ કરી ફરીથી ઉપપ્રમુખની જવાબદારી સોંપાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા પંચાયતમાં અઢી વર્ષ પૂર્ણ થતા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની અધ્યક્ષતામાં આજે નર્મદા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાઇ હતી જેમાં ભાજપ તરફેથી ભીમસિંગભાઈ સનાભાઇ તડવીની બિનહરીફ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે જ્યારે મેહુલભાઈ વિનુભાઈ માછીને ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે કાર્યકર્તાઓ દ્વારા નવા પ્રમુખ ઉપપ્રમુખને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી
જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ભીમસિંગભાઈ સનાભાઇ તડવીએ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરી વિકાસના કામોને આગળ ધપાવવા આશાવાદ વ્યક્ત કર્યો હતો