NARMADA

ડેડીયાપાડા સરીબાર ગામેથી ઇંગ્લીશ દારૂ રૂ 206400 મુદ્દામાલ સાથે 1 ઝડપાયો:

તાહિર મેમણ તાલુકાના શરીબાર ગામેથી ઘરના આંગણામાં બાંડી શેરડીના ઘાસમાં સંતાડેલ કુલ કિમત રૂપિયા ૨,૦૬,૪૦૦/- ના પોહી મુદામાલ સાથે એક આરોપીને પકડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ ડેડીયાપાડા પોલસે શોધી કાઢ્યો છે.

ડેડીયાપાડા પોલીસ સ્ટેશન પોલીસ સબ ઈન્સપેક્ટર શ્રી.સી.ડી.પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડમાં પેટ્રોલીંગમાં નીકળેલા હતા તે દરમ્યાન સાથેના પો.કો.વિનોદભાઇ મગનભાઇ બ.નં.૪૪૬ નાઓને ખાનગી રાહે બાતમીદારથી બાતમી હકિકત મળેલ કે, ઉદેસીંગ પાવરા જે પૂરૂ નામ ખબર નથી તે રહે-ધડગાવ તા.જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)નાએ તેના મળતીયા માણસ (૧) ઝાકીર ગુલામભાઇ રાઠોડ રહે-શરીબાર, મોહબુડી, નાલ ફળીયુ તા.દેડીયાપાડા જિલ્લો-નર્મદા તથા (૨) વસીમ વાહીદખાન રાઠોડ મુળ રહે શરીબાર, મોહબુડી, નાલ ફળીયુ તા.દેડીયાપાડા જિલ્લો-નર્મદા હાલ રહે-નવીનગરી, દેડીયાપાડા તા.દેડીયાપાડા જિલ્લો-નર્મદા નાઓને આપવા સારૂ મોજે શરીબાર ગામે મોહબુડી નાલ ફળીયામાં રહેતા સૌકતખાન સઇદખાન રાઠોડ નાઓના ઘરે ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ઉતારલ છે અને તેના ઘરની બહાર બાંડી શેરડીના ધાસમાં સતાડી રાખેલ છે. જે બાતમી આધારે પંચો તથા પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી સૌકતખાન સઇદખાન રાઠોડ ઉ.વ.આ.૪૫ રહે-શરીબાર, મોહબુડી નાલફળીયુ તા.દેડીયાપાડા જિલ્લો-નર્મદાના ઘરની બહાર બાંડી શેરડીના ઘાસની નીચેથી ROYAL BLUE MALT WHISKY ના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૨૦૬૪/- કિંમત રૂપિયા ૨,૦૬,૪૦૦/- નો પ્રોહી મુદામાલ પકડી આગળની તપાસ સી.ડી.પટેલ પોલીસ સબ ઈન્સપેક્ટર ડેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!