ગરુડેશ્વરના હરીપુરા ગામે મકાન માલિકના ગળે ધારિયું મૂકી ૨૦.૧૪ લાખના સોનાચાંદીના દાગીના સહિત રોકડની લૂંટ

0
352
વાત્સલ્યમ્ સમાચાર

ગરુડેશ્વરના હરીપુરા ગામે મકાન માલિકના ગળે ધારિયું મૂકી ૨૦.૧૪ લાખના સોનાચાંદીના દાગીના સહિત રોકડની લૂંટ

 

“ચુપચાપ કુછ ભી બોલે બિના ચુપચાપ લેટે રહના વરના ધારીયા સે પુરા કર ડાલેંગે” : લૂંટારુએ ઘરમાલિકને ફિલ્મી ઢબે ધમકી આપી

 

જુનેદ ખત્રી > રાજપીપળા

 

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના હરીપુરા ગામે એક વેપારીને ત્યાં છ બુકાની ધારી લૂંટારૂઓ એ રોકડ સહિત સોના ચાંદીના દાગીનાની લૂંટ કરતા સમગ્ર વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે

PicsArt 10 25 01.01.37

પ્રાપ્ત માહિતી અનુસાર હરીપુરા ગામે ફરિયાદી અબ્દુલ રઉફ હારુનઅલી મેમણની દુકાનનો દરવાજો બુકાની ધારી લૂંટારૂઓ એ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો જેમાં પલંગ ઉપર સૂતેલા ફરિયાદી ના પેટ ઉપર અણીદાર સદીઓ અને ગળે અણીદાર ધારયું મૂકી ફરીયાદીને જણાવેલ કે, “ચુપચાપ કુછ ભી બોલે બિના ચુપચાપ લેટે રહના વરના ધારીયા સે પુરા કર ડાલેંગે” તેવી ધમકી આપી અન્ય સાથી લૂંટારૂઓ એ ઘરમાંથી રોકડ રકમ સોના ચાંદીના ઘરેણાં સહિત કુલ કિ.રૂ.૨૦,૧૪,૫૦૦/- ની લુટ કરી જતાં સનસનાટી વ્યાપી જવા પામેલ છે ઘટના ની જન થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી હતી અને તપાસ હાથ ધરી ગરુડેશ્વર પોલીસ મથકમાં છ અજાણ્યા બુકાની ધારી લૂંટારૂઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી ગરુડેશ્વર પોલીસ મથકના પીએસઆઈ પી.એમ પરમાર સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews