
નર્મદા જિલ્લા પોલીસ હેડ ક્વાટર ખાતે હોળી પર્વની ઉજવણી કરાઈ
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં ઠેર ઠેર હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી નર્મદા જિલ્લોએ આદિવાસી જિલ્લો છે ત્યારે હોળી આદિવાસી સમુદાયનો મુખ્ય તહેવાર છે જેથી નર્મદા જિલ્લામાં હોળીની ખાસ રમઝટ જોવા મળે છે
રાજપીપળા ના બજારોમાં પારંપરિક ઘેરૈયાઓ નું નૃત્ય જોવા મળ્યું હતું રાજપીપળા આસપાસથી આદિવાસી યુવાનો પરંપરિક વસ્ત્રો ધારણ કરીને ઘેરૈયા બનીને મન મૂકીને જુમ્યા હતા ત્યારે રાજપીપળા ના બજારોમાં ઘેરૈયાઓનું નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું
ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા પણ પારંપરિક વસ્ત્રો ધારણ કરીને ઘેરૈયા બન્યા હતા અને તેઓએ પણ સાથી મિત્રો સાથે પારંપરિક આદિવાસી નૃત્ય કર્યું હતું
જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ હેડ ક્વાટર જીતનગર ખાતે પણ ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં ઘેરૈયા નૃત્યની રમઝટ જામી હતી અને પોલીસ અધિકારીઓ પણ ઢોલના તાલે ઝુમતા જોવા મળ્યા હતા જિલ્લા પોલીસ વડાએ લોકોને શાંતિ પૂર્ણ માહોલમાં તેહવારની ઉજવણી કરવા આહવાન કર્યું હતું





