નર્મદામાં ચોર સમજી લોકોએ નિર્દોષ સાધુને ઝૂડી નાખ્યાં, અજાણ્યા ઈસમ દેખાય તો પોલીસને જાણ કરવા એસપીની અપીલ
નર્મદા જિલ્લામાં કોઈ પણ શંકાસ્પદ ઈસમ જણાય તો પોલીસનો સંપર્ક કરવા જિલ્લા પોલીસ વડાની અપીલ
તાજેતરમાં પ્રતાપનગર ગામમાં એક નિર્દોષ સાધુને ચોર સમજી લોકોએ ઢોર માર્યો હોવાની ઘટના સામે આવી
રાજપીપલા ‘ જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાનું શહેર હોય કે ગામડું જ્યાં છેલ્લા કેટલાય દિવસથી એવી અફવા ફેલાય છે કે રાત્રી દરમિયાન ચોરની ગેંગ આવે છે અને આ ચોરની ગેંગ હથિયારો લઈને ચોરી કરવા માટે આવે છે જેને લઇને લોકો પણ ડરી રહ્યા છે સાથે ઘણા લોકો રાત્રિ દરમિયાન જાગી રહ્યા છે પરંતુ આ અફવાની કારણે નિર્દોષ લોકોને પણ માર મારતા હોય તેવી ઘટનાઓ બને છે ગતરોજ નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામ ખાતેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જ્યાં એક સાધુ આવ્યા હતા જેઓને ચોર સમજીને લોકોએ ઢોર માર્યો હતો. આવી જ ઘટના ગોરા ગામ ખાતે પણ બની હતી કે જ્યાં રાત્રિ દરમિયાન અસ્થિર મગજનો વ્યક્તિ દેખાતા ભીડ ભેગી થતી અને તેની ધોલ ધાપટ કરી લીધી હતી ઉંડવા ખાતે પણ એક પરિક્રમા વાસીને ટોળાએ ઘેરી લીધો હતો આમ અનેક જગ્યાએ રાત્રી દરમિયાન અને દિવસ દરમિયાન કોઈ અજાણી વ્યક્તિ દેખાય તેની પર ચોરની શંકા કરી ટોળું ભેગું થતું જાય છે અને લોકો તેનો વિડીયો વાયરલ કરતા હોય છે અને ઘણી વખત તેને માર પણ મારતા હોય છે ત્યાં ઘટનાને લઈને નર્મદા પોલીસ પણ એલર્ટ બની છે રાત્રિ દરમિયાન પણ પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે
સમગ્ર મામલે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે એ જણાવ્યું હતું કે ઘણા સમયથી રાત્રિના સમયે ચોરો આવતા હોવાની અફવાએ જોર પકડ્યું છે પરંતુ રાજપીપળા અને નર્મદા જિલ્લો સેફ છે એવી કોઈ અનિચ્છનીય ઘટના અહીંયા બની નથી પોલીસ પેટ્રોલીંગ પણ રાત્રે દરમિયાન વધારી દેવામાં આવ્યું છે કેટલાક નિર્દોષ ઈસમને લોકોએ માર મારવાની ઘટના સામે આવી છે તો લોકોને અપીલ કરવામાં આવી હતી કે કોઈ અજાણ્યો ઇસમ જણાય તો પોલીસને જાણ કરવા જણાવ્યું હતું સાથે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવે છે કે લોકો આવી કોઈ અફવા થી દૂર રહે જણાવ્યું છે પોલીસનું કહેવું છે કે કોઈ લોકોએ કાયદો હાથમાં ના લેવો જોઈએ કોઈ શંકાશીલ વ્યક્તિ દેખાય તો તેમને પોલીસને જાણ કરવી જોઈએ