BANASKANTHAPALANPUR

સાથ તરફથી પાલનપુરમાં બ્યૂટી એન્ટપેનીયોર શિપ પ્રોફેશનલ ટ્રેનિંગ પૂર્ણ થતાં પ્રમાણપત્ર તેમજ અલ્ટ્રા સાઉન્ડ મશીન એનાયત કરવામાં આવ્યા

10 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

સાથ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ગોધરેજ ના સંયુક્ત ઉપક્રમે ચાર વર્ષથી બનાસકાઠાના તેમજ ઉતર ગુજરાતના ૪૦૦ થી ૫૦૦ બ્યૂટી પીનીયોર બહેનોને સલૂનની પ્રોફેશનલ ટ્રેનિંગ તદન મફતમા આપવામાં આવેલ તેમજ તેમને આત્મનિર્ભર કરવા બદલ તેમને આર્થિક સહિયોગ ભાગ રૂપે અત્યાર સુધીમાં ૧૪ થી ૧૫ લાખ સુધી રકમ વ્યાજ વગર લોન પેટે આપવામાં આવેલ છે તે કાર્ય નિરંતર વધારતા ગત રોજ તારીખ ૦૯ જૂન ૨૦૨૩ ના રોજ પાલનપુર સેન્ટર ઉપર પાલનપુર,વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, લાખણી ના બહેનો ને પ્રમાણપત્ર તેમજ અમુક બહેનો મશીનરી એનાયત કરવામાં આવેલ તેમજ સલૂન ચલાવતા બહેનો પ્રોફેશનલ ટ્રેનિંગ તદન મફતમા આપવામાં આવે છે અને મહિલાઓ આત્મનિર્ભર થાય અને આજના આધુનિક ટેકનોલોજી સાથે સાંકળીને તેમને નેટ બેન્કિંગ, સાઈબર ક્રાઇમ , તેમજ કાયદાકીય માહિતી તેમજ , બિઝનેસ પ્લાન , મશીનરી ટ્રેનીંગ, વેક્યુમ મશીન, અલ્ટ્રા સાઉન્ડ મશીન , હાઈ ફોકવનસી મશીન, એડવાન્સ ટ્રેનીંગ, એડવાન્સ હેર કટ , સ્પા , પ્રોફેશનલ કલર હાઈ લાઇટ જેવા વિવિધ મુદ્દાઓ ઉપર ટ્રેનિંગ આપવામાં આવે છે તેમજ તેમના બિઝનેસને આગળ વધારવા અલ્ટ્રા સાઉન્ડ મશીન આપવામાં આવ્યું અને તેમને બિઝનેસ મેનેજમેંટ અને ટ્રેનિંગ લીધા પછી સતત પ્રોગ્રામ ઓફીસર અને માસ્ટર ટ્રેનર હેન્ડ હોલ્ડિંગ થી આવક માં વધારા થયો છે તેવું બ્યૂટી પીનિયોર બહેનો તરફથી જાણવા મળેલ છે અને તમામ પ્રોગ્રામને મીરાબેન સોલંકી માર્ગદર્શનથી આયોજિત કરવામાં આવેલ માસ્ટર ટ્રેનર આરતીબેન શ્રીમાળી તેમજ પ્રોગ્રામ ઓફીસર નીરજ ચૌહાણ હસ્તે પૂર્ણ કરવામાં આવ્યો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!