NANDODNARMADA

નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજનાના કામોની સમીક્ષા બેઠક મળી

નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજનાના કામોની સમીક્ષા બેઠક મળી

 

વર્ષ ૨૦૨૪-૨૫ના કામો ઝડપી પૂર્ણ કરી નવા વર્ષ ૨૦૨૫-૨૬ના કામોનું આયોજન વેળાસર કરવા મંત્રીનો અમલીકરણ અધિકારીને અનુરોધ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

 નર્મદા જિલ્લાના પ્રભારી અને રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભીખુસિંહજી પરમાર નર્મદા જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા. પ્રભારી મંત્રીએ આજે તા. ૨૯/૩/૨૦૨૫ના રોજ ૧૧-૦૦ કલાકે રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંગે વર્ષ ૨૦૨૪-૨૫ના કામોની સમીક્ષા કરી હતી અને આગામી વર્ષ ૨૦૨૫-૨૬ના વર્ષનું આયોજન વેળાસર કરીને દરખાસ્ત કરીને મોકલી આપવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.

વર્ષ ૨૦૨૪-૨૫ના નાણાકીય જોગવાઈ (કામચલાઉ) રૂપિયા ૩૦૬૮.૭૫ કરવામાં આવી હતી જે તા. ૧/૩/૨૦૨૫ની સ્થિતિએ થયેલ રિવાઇઝ નાણાકીય જોગવાઈ રૂા. ૩૪૨૦.૬૧ છે અને થયેલ વધ ઘટ રૂા. ૩૫૧.૬૮ છે. તેની સામે આપેલ વહીવટી મંજૂરી રૂા. ૩૫૨૦.૬૪ છે અને બાકી વહીવટી મંજૂરી રૂા. ૩૦.૩૫ છે મંત્રીશ્રીએ આગામી વર્ષનું આયોજન કરીને મોકલી આપવા સબંધિત અધિકારીને જણાવી બાકી કામો ઝડપભેર પૂર્ણ થાય તે જોવા ઉપર ભાર મૂક્યો હતો.

 

આ બેઠકમાં ખેતીવાડી, બાગાયત, પશુપાલન, ડેરી વિકાસ, મત્સ્ય ઉદ્યોગ, વન વિકાસ, સહકાર, ગ્રામ વિકાસ, નાની સિંચાઈ,  વિસ્તાર વિકાસ, વીજળીકરણ, ગ્રામ લઘુ ઉદ્યોગ, રસ્તા અને પુલો, નાગરિક પુરવઠો, સામાન્ય શિક્ષણ, તાંત્રિક શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠા, પછાત વર્ગોનુ, કલ્યાણ, શ્રમ અને રોજગાર, પોષણ, મધ્યાન ભોજન યોજના જેવા કામોની સદર વાઇસ સમીક્ષા કરી હતી અને બેઠકમાં તાલુકા વિકાસ અધિકારીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ખેતીવાડી અધિકારી અને સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર સુશ્રી અંચુ વિલ્સન અને સંગઠન અગ્રણીશ્રી નીલ રાવ અને સંબંધિત વિભાગના વડા બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!